BJP ની પહેલી યાદી આવતા જ હરિયાણામાં બળવો, આ MLA એ છોડી પાર્ટી...
- ભાજપને વધુ એક મોટો ઝટકો
- લક્ષ્મણ નાપાએ આપ્યું રાજીનામું
- કોંગ્રેસમાં જોડાવવાની અટકળો
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તેજના વધી રહી છે. ભાજપે બુધવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે બાદ ટિકિટ ન મળતા કેટલાક લોકોએ બળવો શરૂ કરી દીધો છે. ભાજપ માટે સતત બે દિવસમાં આ બીજો આંચકો છે. ગુરુવારે BJP ના રતિયાના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BJP એ સિરસાના પૂર્વ સાંસદ સુનિતા દુગ્ગલને રતિયા વિધાનસભા મતવિસ્તારથી મેદાનમાં ઉતાર્યા છે. આનાથી નારાજ થઈને લક્ષ્મણ નાપાએ પાર્ટી છોડી દીધી.
ભાજપને એક પછી એક ઝટકો...
આ પહેલા બુધવારે BJP ના અન્ય એક વરિષ્ઠ નેતા શમશેર ગિલે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉકલાણા વિધાનસભા મતવિસ્તારમાંથી પક્ષની ટિકિટની ખોટી ફાળવણીના વિરોધમાં પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. ગિલ કહે છે કે આ ટિકિટ ફાળવણી માત્ર પાર્ટીને જ નારાજ કરશે પરંતુ સમગ્ર હરિયાણાને ભારે નુકસાન પહોંચાડશે.
Haryana | BJP Ratia MLA Lakshman Napa resigns from the primary membership of the party.
BJP has fielded its former Sirsa MP Sunita Duggal from Ratia Assembly Constituency for the upcoming Haryana Assembly Elections. pic.twitter.com/veQThp464n
— ANI (@ANI) September 5, 2024
આં પણ વાંચો : Jammu-Kashmir : કોંગ્રેસ નેતાએ પાર્ટી સામે બળવો કર્યો, ગાંદરબલથી ઓમર અબ્દુલ્લા સામે નોમિનેશન ભર્યું...
ગુરુગ્રામમાં ટિકિટ વાંચ્છુઓ દ્વારા શક્તિ પ્રદર્શન...
દરમિયાન, નવીન ગોયલે, જે ગુરુગ્રામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP ) ની ટિકિટ ઇચ્છે છે, તેણે બુધવારે શહેરમાં પદયાત્રા દ્વારા પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો. પદયાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. ગુરુગ્રામ વિધાનસભા ક્ષેત્ર માટે ભાજપની ટિકિટના દાવેદારોમાં પૂર્વ ધારાસભ્યો સુધીર સિંગલા, જીએલ શર્મા, મુકેશ શર્મા, ગાર્ગી કક્કર અને સુભાષ ચંદ સિંગલાનો સમાવેશ થાય છે. ગોયલે કહ્યું, 'મારા સમર્થકોએ મને ગઈકાલે રાત્રે મીટિંગ કરવાનું કહ્યું હતું. બેઠકમાં પદયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. મારા રાજકીય ભવિષ્ય વિશે ગુરુગ્રામના લોકો નિર્ણય લેશે. મને આશા છે કે પાર્ટીમાં મારા કામને મહત્વ આપવામાં આવશે.
આં પણ વાંચો : 'દુનિયાની દુષ્ટ શક્તિઓનો ભારતમાં જ નાશ થાય છે', Mohan Bhagwat એ આવું કેમ કહ્યું...
ભાજપે 67 બેઠકોની જાહેરાત કરી...
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે 90 સભ્યોની હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીને લાડવા સીટ પરથી ઉમેદવાર બનાવવાની સાથે ભાજપે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયેલા ઘણા લોકોને ટિકિટ આપી છે.
આં પણ વાંચો : Haryana Assembly Elections : ભાજપે હરિયાણા માટે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી