ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં 'Right to Disconnect Bill 2025' રજૂ કર્યું,જાણો આ બિલ વિશે જાણો!

NCP સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં "રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025" રજૂ કર્યું છે. આ ખાનગી સભ્ય બિલનો હેતુ ભારતમાં કર્મચારીઓ માટે સ્વસ્થ કાર્ય-જીવન સંતુલન (Work-Life Balance) પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ કર્મચારીઓને ઑફિસ સમય પછી તેમના બોસના ફોન કે ઈમેઈલનો જવાબ આપવાથી કાનૂની મુક્તિ આપશે. નિયમનું પાલન ન કરનાર સંસ્થાઓને 1% દંડ થઈ શકે છે.
07:27 PM Dec 06, 2025 IST | Mustak Malek
NCP સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં "રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025" રજૂ કર્યું છે. આ ખાનગી સભ્ય બિલનો હેતુ ભારતમાં કર્મચારીઓ માટે સ્વસ્થ કાર્ય-જીવન સંતુલન (Work-Life Balance) પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ કર્મચારીઓને ઑફિસ સમય પછી તેમના બોસના ફોન કે ઈમેઈલનો જવાબ આપવાથી કાનૂની મુક્તિ આપશે. નિયમનું પાલન ન કરનાર સંસ્થાઓને 1% દંડ થઈ શકે છે.
Right to Disconnect Bill 2025

રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નાં સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule)  લોકસભામાં "રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025" રજૂ કર્યું છે. શુક્રવારે ખાનગી સભ્ય બિલ તરીકે રજૂ કરાયેલા આ કાયદાનો મુખ્ય હેતુ ભારતમાં કામદારો અને કર્મચારીઓ માટે સ્વસ્થ કાર્ય-જીવન સંતુલનને (Work-Life Balance) પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રકારનું ખાનગી સભ્ય બિલ સંસદના નીચલા (લોકસભા) કે ઉપલા (રાજ્યસભા) ગૃહના કોઈ પણ સભ્ય એવા મુદ્દાઓ પર રજૂ કરી શકે છે જેના પર તેમને લાગે કે સરકારી કાયદાની જરૂરિયાત છે.

એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ 'Right to Disconnect Bill 2025'  બિલ કર્યું રજૂ

આ બિલ કર્મચારીઓને કામના કલાકો પૂરા થયા પછી કાર્ય-સંબંધિત ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારથી કાયદેસર રીતે ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કર્મચારીઓ ઑફિસ સમય પછી તેમના બોસના ફોન કે ઈમેઈલનો જવાબ આપવા માટે કાયદેસર રીતે મુક્ત રહેશે. આ કાયદાનું પાલન ન કરનાર સંસ્થાઓ (કંપનીઓ અથવા સોસાયટીઓ) ને દંડ ફટકારવાની જોગવાઈ પણ બિલમાં કરવામાં આવી છે. પાલન ન કરવા બદલ સંસ્થાઓને તેમના કર્મચારીઓના કુલ પગારના 1% દંડ ફટકારવામાં આવી શકે છે.

સુપ્રિયા સુલેએ 'Right to Disconnect Bill 2025'  બિલ અંગે માહિતી એક્સ પર આપી

સાંસદ સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બિલ રજૂ કરવા પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમણે લખ્યું કે આજના ડિજિટલ યુગમાં સતત કામના દબાણને કારણે થતા 'બર્નઆઉટ' (માનસિક થાક) ને ઘટાડીને જીવનની સારી ગુણવત્તા અને સ્વસ્થ કાર્ય-જીવન સંતુલનને પ્રોત્સાહન આપવાનો આ બિલનો મુખ્ય લક્ષ્યાંક છે. આ કાયદો દરેક કર્મચારીને કામના કલાકો પછી કામ સંબંધિત કોલ્સ અને ઈમેઈલ્સનો ઇનકાર કરવાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ મૂકે છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે IndiGo Refund મામલે આપ્યા કડક આદેશ, આ તારીખ સુધી રિફંડ ચૂકવી દેવાના અપાયા નિર્દેશ!

Next Article