ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ પર કરી મોટી કાર્યવાહી, 60 ગેંગસ્ટરોને કર્યા ઠાર,4 પોલીસકર્મીઓના મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા સામે લુલા સરકારે મોટી કાર્યવાહી શરૂ કરી. સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 60 જેટલા ગેંગસ્ટરો માર્યા ગયા, જ્યારે માફિયાઓએ ડ્રોન વિમાનોથી ગોળીબાર કરતાં 4 પોલીસ કર્મચારીઓ મોત થયા. ગવર્નર ક્લાઉડીયો કેસ્ટ્રોએ આ ગેંગને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત જૂથ ગણાવ્યું.
12:36 AM Oct 30, 2025 IST | Mustak Malek
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા સામે લુલા સરકારે મોટી કાર્યવાહી શરૂ કરી. સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 60 જેટલા ગેંગસ્ટરો માર્યા ગયા, જ્યારે માફિયાઓએ ડ્રોન વિમાનોથી ગોળીબાર કરતાં 4 પોલીસ કર્મચારીઓ મોત થયા. ગવર્નર ક્લાઉડીયો કેસ્ટ્રોએ આ ગેંગને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત જૂથ ગણાવ્યું.

વિશ્વના સૌથી સુંદર શહેરોમાંના એક ગણાતા બ્રાઝિલના રિયો ડી જાનેરો (Rio de Janeiro) માં ડ્રગ માફિયાઓ સામે લુલા સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. ડ્રગ તસ્કરીના નેટવર્કને તોડી પાડવાના મોટા અભિયાનમાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં 60 જેટલા ગેંગસ્ટરો માર્યા ગયા હતા, જ્યારે ડ્રગ માફિયાઓએ ડ્રોન વિમાનોનો ઉપયોગ કરીને કરેલા ગોળીબારમાં ચાર પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો.

બ્રાઝિલ સરકારે ડ્રગ્સ માફિયા પર કરી મોટી કાર્યવાહી

બ્રાઝિલના ગવર્નર ક્લાઉડીયો કેસ્ટ્રોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ડ્રગ માફિયાઓ માત્ર સામાન્ય અપરાધીઓ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલું એક વિશાળ સંગઠિત જૂથ છે, . આ માફિયાઓ એટલા શ્રીમંત બની રહ્યા હતા કે તેમની પાસે હુમલા માટે ડ્રોન વિમાનો હતા, જેનો ઉપયોગ તેમણે પોલીસ પર કર્યો હતો.રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાની ફેડરલ સરકારે રિયો રાજ્ય સરકારને આ પડકારનો સામનો કરવા માટે તમામ સહાયનું વચન આપ્યું હતું. રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં જ આ માફિયાઓનો સફાયો કરવાની યોજના બનાવી હતી.

 બ્રાઝિલમાં સુરક્ષા દળોએ 60 ગેંગસ્ટરો ને  કર્યા ઠાર

સૈનિકોએ ગેંગસ્ટર્સના ઠેકાણાને ઘેરી લેતાં, ગેંગના સભ્યો છુપાયેલા હતા તે મકાનમાંથી અચાનક ફાયરિંગ શરૂ થયું. સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કરતાં 60 ગુંડાઓ માર્યા ગયા હતા. જોકે, માફિયાઓએ ડ્રોન વિમાન ઉડાડીને કરેલા ગોળીબાર માં 4 પોલીસ કર્મચારીઓએ શહીદી વહોરી હતી.પોલીસે અંતે આ કોમ્પલેક્ષ પર કબજો જમાવ્યો હતો અને ૪૨ રાયફલ્સ સહિતનો મોટો શસ્ત્રોનો જથ્થો કબજે કર્યો હતો. અથડામણનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સામસામા ગોળીબાર અને ડ્રોન વિમાનને નિશાન બનાવવામાં આવ્યાના દ્રશ્યો દેખાય છે.

આ પણ વાંચો:  બાંગ્લાદેશ છોડ્યા બાદ પ્રથમ વખત પૂર્વ PM શેખ હસીનાએ તમામ મુદ્દા પર ખુલ્લીને કરી વાતચીત

Tags :
BrazilComando VermelhoCrimeDrone Attackdrug mafiaGangstersGujarat FirstInternational NewsLula Governmentpolice operationRio de Janeiro
Next Article