નશેડી Ripal Panchal જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ
- નશેડી રિપલ પંચાલ જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ
- અમદાવાદના પશ્ચિમમાં પોશ વિસ્તારમાં રહે છે રિપલ પંચાલ
- આલીશાન બંગલોસમાં રહે છે રિપલ પંચાલ
- થલતેજ ખાતે આવેલા તુલીપ બંગ્લોસ માં રહે છે નબીરો
- તેમની માતા પથારીવશ હોવાનું આવ્યું સામે
- પોતાની માતાની દેખભાળ રાખવાની જગ્યાએ નશા કરે છે નબીરો
- રિપલ પંચાલના ઘરમાં કોઈ હાજર ન હતું
Ripal Panchal : અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર સવારે નશેડી નબીરા રિપલ પંચાલે (Ripal Panchal) હિટ એન્ડ રન કરીને લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા. નશેડી રિપલ પંચાલ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે અને સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે કામ કરે છે. રિપલ થલતેજમાં આવેલા આલિશાન બંગલોમાં રહે છે.
રીલ બનાવીને રોલા પાડવાનો પણ શોખ
હિટ એન્ડ રનના આરોપી રિપલ પંચાલે અમદાવાદના આંબલી ઇસ્કોન રોડ પર બેફામપણે ઓડી કાર ચલાવીને પાંચ જેટલી કાર અને અનેક બાઇકોને ટક્કર મારી હતી. જાણે કાયડાનો ડર ના હોય તેમ રિપલ પંચાલે વાહનોને અડફેટમાં લીધા બાદ આરામથી સિગારેટના કશ માર્યા હતા. તેને રીલ બનાવીને રોલા પાડવાનો પણ શોખ છે.
આ પણ વાંચો---Ahmedabad: રફ્તારનો આતંક! કારચાલક નબીરાએ 5 કાર સહિત અનેક વાહનોને મારી ટક્કર
Ahmedabad: Bopal માં નશામાં ચૂર Car ચાલકે અનેક વાહનોને મારી ટક્કર । Gujarat First@AhmedabadPolice #AhmedabadAccident #DrunkDriving #BopalIncident #AhmedabadPolice #TrafficPoliceAction #RoadSafety #RecklessDriving #PublicSafety pic.twitter.com/nQjKTJCiHk
— Gujarat First (@GujaratFirst) November 25, 2024
રિપલ પંચાલ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી નશેડી રિપલ પંચાલ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે. તે અમદાવાદના પોશ વિસ્તાર થલતેજમાં રહે છે. થલતેજમાં આવેલા તુલીપ બંગલોમાં તેનો આલિશાન બંગલો છે. તપાસમાં તેની માતા પથારીવશ મળી આવી હતી. પથારીવશ માતાની દેખભાળ કરવાના બદલે રિપલ પંચાલ નશો કરીને લોકોના જીવ જોખમમાં મુકતો પકડાયો છે. જો કે તેના બંગલામાં તેની માતા સિવાય અન્ય કોઇ મળ્યું ન હતું.
રિપલ સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડનો ડિરેક્ટર
અક્સ્માત સર્જનાર આરોપી રિપલ સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે કામ કરતો હતો અને તેની ઓડી કાર સેન્કો વાલ્વ પ્રાઇવેટ લિમિટેડના નામે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી રિપલ અગાઉ બોડકદેવમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં પકડાઈ ચૂક્યો છે. તેના પિતા હયાત નથી અને પત્ની છોડીને જતી રહી છે. તે તેના કાકાની કંપનીમાં કામ કરે છે. તે મોંઘીદાટ ગાડીઓનો શોખીન હોવાનું તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો---દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં! વાંચો આ અહેવાલ