Ahmedabad માં નબીરાઓનો આતંક, BOPAL માં રિપલ પંચાલે સર્જયો ભયાનક અકસ્માત
Ahmedabad : રાજ્યમાં પોલીસનો ડર હવે ખાસ કોઇને રહ્યો નથી. લોકો પોતાની રીતે પૈસા અને વગના જોરે જે પણ ઇચ્છે તે કરી શકે છે. ત્યારે શહેરના આંબલી-બોપલ રોડ પર એક વધારે નબીરાએ કાંડ કરી નાખ્યો છે. રિપલ પંચાલ (Ripal Panchal) નામના આ શખ્સે મોટો અકસ્માત સર્જયો હતો. પાંચ જેટલી ગાડીઓને અડફેટે લીધા બાદ આ રિપલ પંચાલે ગાડી નજીકમાં રહેલા ડિવાઇડરમાં ઘુસાડી દીધી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. પરંતુ અનેક બાઇકો અને ગાડીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. આ રિપલ પંચાલની સમગ્ર કર્મકુંડળી જાણો...
આ પણ વાંચો : નશેડી Ripal Panchal જીવે છે વૈભવી લાઇફસ્ટાઇલ
રિપલ પંચાલ નામનો આ શખ્સ એટલો ચિકાર દારુ પીધેલી હાલતમાં હતો કે, તે ચાલવા તો ઠીક બોલવાની હાલતમાં પણ નહોતો. રિપલપંચાલ આટલો ભયાનક અકસ્માત કર્યા બાદ પણ ગાડીમાં બેસીને દારુ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. અકસ્માત કર્યા બાદ પણ ગાડીમાં બેઠા બેઠા તે સિગરેટ પીવા લાગ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને ગાડીમાંથી ખેંચીને ઢોર માર માર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના ઇસ્કોન બોપલ રોડ પર રિપલ પંચાલ નામના શખ્સે એક સાથે 5 ગાંડીઓને ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાડી ફંટાઇ જતા ગાડી સીધી જ સાઇડમાં રહેલા પાર્કિંગમાં ઘુસી ગઇ હતી. જ્યાં 2-3 બાઇકોને ટક્કર માર્યા બાદ રેલિંગ અને ઝાડ સાથે ટકરાઇ હતી. જો કે પોતે કેટલો ભયાનક અકસ્માત કર્યો તેની ગંભીરતા ન હોય તે પ્રકારે રિપલ ગાડીમાં અકસ્માત કર્યા બાદ સિગરેટ સળગાવીને બેઠો હતો. જો કે લોકોએ તેને ગાડીમાંથી બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad: નશામાં ધૂત Ripal Panchal ના તેવર તો જુઓ! ઘટના અંગે કોઈ અફસોસ પણ નથી
નબીરા રિપલ પંચાલે કરી નફ્ફટાઇ
રિપલ પંચાલ નામના આ નબીરાને જરા પણ પોલીસનો ડર હોય તેવું કંઇ જ જોવા મળ્યું નહોતું. GUJARAT FIRST ના કેમેરા પર ચિક્કાર નશાની હાલતમાં રિપ્પલ પંચાલે સ્વિકાર્યું કે, મે પીધું છે અને મારી પાસે પીવાનો પરવાનો છે. પોતાના અન્ય મિત્રો અને સ્ટાફ સાથે દારૂ પાર્ટી કરી હોવાનું પણ તેણે સ્વિકાર્યું હતું. પોલીસ સ્ટેશનમાં હોવા છતા પણ તેની આંખમા અકસ્માત કર્યાનો ડર કે પોતે જે કર્યું છે તેની ગંભીરતા કે શરમ તેની આંખમાં જોવા મળી નહોતી.
કોણ છે રિપલ પંચાલ ?
રિપલ પંચાલ સેન્કોપ્રાઇવેટ લિમિટેડ નામની વાલ્વ બનાવતી કંપની ચલાવે છે. આ કંપનીનાં ત્રણ મુખ્ય ડાયરોક્ટરો પૈકીનો એક રિપલ પંચાલ છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાને ટ્રાવેલર, ફોટોગ્રાફ, ઇન્ફ્લુએન્સર,ફિટનેસ અને આંતરપ્રેન્યોર ગણાવતા આ નબીરાના ઇન્સ્ટાગ્રામ પર 14.7 હજાર ફોલોઅર્સ છે. અલગ અલગ પોસ્ટ દ્વારા તે ફેશન આઇકોન હોવાનો પણ દાવો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની સિગરેટ પીવાના અનેક રિલ્સ દેખાય છે. આ ઉપરાંત અનેક વૈભવી ગાડીઓ સાથેની તેની તસ્વીરો પણ હાલ તો વાયરલ થઇ રહી છે.
રિપલ પંચાલનો પરિવાર
નશેડી રિપલ પંચાલ ખુબ જ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવે છે. તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પોશ ગણાતા થલતેજ વિસ્તારના તુલીપ બંગ્લોઝમાં રહે છે. આલિશાન બંગ્લોઝમાં તે પોતાની માતા સાથે રહે છે.પિતાનું અવસાન થઇ ચુક્યુ છે જ્યારે માતા પથારીવશ હોવાથી આ નબીરો બેફામ બન્યો છે. રિપલ પંચાલ અગાઉ પણ ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં ઝડપાઇ ચુક્યો છે. પોતે અપરણિત હોવાથી એકલો જ રહે છે. પોતાના કાકાની કંપનીમાં કામ કરે છે. અગાઉ લગ્ન થઇ ચુક્યા છે પરંતુ પત્ની તેને છોડીને જતી રહી છે.
રિપલ છે કરોડોની કંપનીનો માલિક
રિપલ પંચાલ સેન્કો વાલ્વ નામની કંપનીમાં ડાયરેક્ટર છે. આ કંપનીમાં અધિકારીક રીતે રિપલ મહેશકુમાર પંચાલ, મુકેશ ભાઇલાલભાઇ પટેલ અને દિનેશ કનુભાઇ પંચાલ નામના ત્રણ શખ્સોને ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કંપની 1,000,000 નું શેર કેપિટલ ધરાવે છે. 500,000 કરોડનું પેઇડ કેપિટલ ધરાવતી કંપની છે.
પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી
પોલીસ દ્વારા રિપલની ધરપકડ બાદ તેને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયો છે. તેણે માત્ર દારૂનુ જ સેવન કર્યું હતું કે અન્ય કોઇ નશીલા પદાર્થનું સેવન કર્યું હતું તે તપાસ કરવા માટે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપલ પંચાલે માત્ર દારુ જ નહીં પરંતુ અન્ય માદક પદાર્થનું સેવન કર્યું હોવાની શક્યતા પોલીસ સેવી રહી છે. ખાસ કરીને તે ડ્રગ્સ એડિક્ટ હોય તેવી શક્યતાને જોતા પોલીસ દ્વારા તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.
નશામાં ચકચૂર હતો રિપલ પંચાલ
આ ઘટના બાદ GUJARAT FIRST સમક્ષ ખુબ જ નફ્ફટાઇ ભર્યો રિપ્લાય આપ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, જે અવેલેબલ હતો તે પીધો હતો. દારુ પીને ગાડી ચલાવાય તેવું પુછાતા તેણે કહ્યું કે મારો ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો. તે એટલો ચિકાર દારુ પી ચુક્યો હતો કે કોઇ કાંઇ પણ બોલવાની પણ સ્થિતિમાં નહોતો. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે લોકોની માંગ છે કે, આવા નબીરાઓને કડક સજા ફટકારવામાં આવે જેથી એક ઉદાહરણ સેટ થઇ શકે. બીજા લોકો આવું કંઇ પણ કરતા પહેલા વિચાર કરે.
કાયદા અને પોલીસનો હવે નથી રહ્યો કોઇ ડર
તથ્ય પટેલ 9 થી વધારે લોકોનાં જીવ લેનાર અને 5 લોકોને જીવતે જીવ મારી નાખનાર તથ્ય પટેલના કેસમાં 1 વર્ષ જેટલો સમય થયો ત્યાં સુધી કોઇ ચાર્જશીટ ફાઇલ થઇ નહોતી. આ ઉપરાંત 2 દિવસ પહેલા જ ડોક્ટર દંપત્તીને અડફેટે લેનારા ગાડી ડ્રાઇવરની કોઇ ભાળ મળી નથી. ત્યારે પોલીસ અને કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસનો ડર હવે માત્ર સામાન્ય લોકોમાં જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સંપત્તીવાન અને આવારા તત્વો સામે તો પોલીસ નતમસ્તક થઇ જતી હોય છે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.