ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rishabh Pant ઈતિહાસ રચવાની નજીક, તોડશે રોહિત શર્માનો રેકોર્ડ, આ મામલે બનશે નંબર?

રિષભ પંતનું બેટ સારું પ્રદર્શન કરી રિષભ પંતે લોર્ડ્સમાં પહેલી ઈનિંગમાં શાનદાર રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખશે Rishabh Pant creates history: ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી રિષભ પંતનું (Rishabh Pant)બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. રિષભ પંતે 3 મેચની 5...
05:00 PM Jul 13, 2025 IST | Hiren Dave
રિષભ પંતનું બેટ સારું પ્રદર્શન કરી રિષભ પંતે લોર્ડ્સમાં પહેલી ઈનિંગમાં શાનદાર રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખશે Rishabh Pant creates history: ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી રિષભ પંતનું (Rishabh Pant)બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. રિષભ પંતે 3 મેચની 5...
Rishabh Pant creates history

Rishabh Pant creates history: ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી રિષભ પંતનું (Rishabh Pant)બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. રિષભ પંતે 3 મેચની 5 ઈનિંગમાં 83.20 ની એવરેજથી 416 રન બનાવ્યા છે. દરેક ઈનિંગ સાથે રિષભ પંત આજકાલ તેના નામે એક રેકોર્ડ એડ કરી રહ્યો છે.રિષભ પંતે લોર્ડ્સમાં પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને 74 રનની શક્તિશાળી ઈનિંગ રમી. જો રિષભનું બેટ બીજી ઈનિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરે છે, તો તે રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખશે. રિષભ પંત ઈતિહાસ રચવાની નજીક છે અને 49 રન બનાવતાની સાથે જ તે એક ખાસ મામલે નંબર વન બની જશે.

 

રિષભ પંત ઈતિહાસ રચવાની નજીક

હાલમાં રોહિત શર્માના નામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. હિટમેને 69 ઈનિંગમાં 2716 રન બનાવ્યા છે. રિષભ પંત આ લિસ્ટમાં બીજા ક્રમે છે. રિષભ પંતે 65 ઈનિંગમાં 2668 રન બનાવ્યા છે. હવે જો પંત લોર્ડ્સ ટેસ્ટની બીજી ઈનિંગમાં 49 રન બનાવવામાં સફળ રહે છે, તો તે હિટમેનનો રેકોર્ડ તોડી નાખશે.રિષભ પંત WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનશે. ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી અને 112 બોલમાં 74 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન રિષભ પંતે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પરંતુ રિષભ પંત રન આઉટ થયો.

આ પણ  વાંચો -Ind vs Eng: 'શુભમન ગિલ પણ મસાજ કરાવી રહ્યા હતા...', ઇંગ્લિશ કોચે ભારતીય કેપ્ટન પર સવાલ ઉઠાવ્યા

રિષભ પંત ઈંગ્લેન્ડ સામે મચાવી ધૂમ

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રિષભ પંતનું બેટ જોરથી બોલી રહ્યું છે. પંતે 3 મેચની 5 ઈનિંગમાં 416 રન બનાવ્યા છે. હેડિંગ્લી ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં રિષભે સદી ફટકારી હતી. એજબેસ્ટન ટેસ્ટની બીજી ઈનિંગમાં રિષભે માત્ર 58 બોલમાં 65 રન બનાવ્યા હતા. પંતે ઈંગ્લેન્ડની ધરતી પર રમાયેલી છેલ્લી 8 ઈનિંગ્સમાં 669 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને ત્રણ સદી ફટકારી છે, જ્યારે તેને ચાર અડધી સદી ફટકારી છે.

Tags :
Englandengland vs indiaEngland vs India 2025IndiaRishabh Rajendra Pant
Next Article