Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પતિ રવીન્દ્ર જાડેજા સાથે રાજ્ય શિક્ષણ મંત્રી Rivaba ની PM મોદી સાથે મુલાકાત!

જામનગરના MLA અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) તથા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendrabhai Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દેશની સંસ્કૃતિ અને વિકાસના ભાવિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ક્ષણને અત્યંત ગૌરવશાળી ગણાવતા રિવાબાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
પતિ રવીન્દ્ર જાડેજા સાથે રાજ્ય શિક્ષણ મંત્રી rivaba ની pm મોદી સાથે મુલાકાત
Advertisement
  •  રાજ્ય શિક્ષણ મંત્રી Rivaba Jadeja એ PM નરેન્દ્રભાઈ મોદી સાથે કરી મુલાકાત
  • PM સાથેની મુલાકાતના ફોટા સોશિયલ મીડિયામાં કર્યા શેર
  • આ પળોને 'ગૌરવની ક્ષણ' તરીકે વર્ણવી

Rivaba Jadeja Meets PM: તાજેતરમાં જામનગરના ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Rivaba Jadeja) તેમજ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ દિલ્હીમાં PM નરેન્દ્રભાઈ મોદી (Narendrabhai Modi) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દેશના સર્વોચ્ચ લોકશાહી મંદિર એટલે કે સંસદ ભવન (Parliament House) ખાતે કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે, જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

Rivaba Jadeja Meets PM: સંસ્કૃતિ અને ભાવિ અંગે ચર્ચા

આ ખાસ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશેષ સન્માન કર્યું હતું. રિવાબાએ સોશિયલ મીડિયા પર આ પળોને 'ગૌરવની ક્ષણ' તરીકે વર્ણવી હતી. તેમણે વડાપ્રધાન સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત (Culture) અને દેશના ઉજ્જવળ ભાવિ (Future of India) અંગે ચર્ચા કરી હતી.

Advertisement

Advertisement

જાડેજા પરિવારનો ઉત્સાહ

રવિન્દ્ર જાડેજા અને રિવાબા બંનેએ વડાપ્રધાન સાથેની આ મુલાકાતની તસવીરો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ફોટામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બંને મહાનુભાવો સાથે સ્મિત આપતા અને ખૂબ જ ઉષ્માપૂર્વક વાતચીત કરતા નજરે પડે છે. રવિન્દ્ર જાડેજાએ આ તક માટે આભાર માનતા વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ મુલાકાત માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ રમતગમત અને સામાજિક જવાબદારીના સંગમ તરીકે પણ જોવામાં આવી રહી છે. રિવાબા જાડેજા જ્યારથી જામનગર ઉત્તર (Jamnagar North) બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે અને મંત્રી પદ સંભાળ્યું છે, ત્યારથી તેઓ સતત વિકાસકાર્યોમાં સક્રિય છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજા વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Jamnagar: કોઠારી કપ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન, મંત્રી Rivaba Jadeja એ બેટિંગ કરી!

આ પણ વાંચોઃ Junagadh: મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ, શ્રદ્ધાળુઓ માટે ST વિભાગનું મેગા પ્લાનિંગ

Tags :
Advertisement

.

×