Ahmedabad Riverfront પર અદ્યતન સુવિધાવાળું બનશે કન્વેન્શન સેન્ટર
- Ahmedabad Riverfront પર અદ્યતન કન્વેન્શન બનશે
- 1000 વાહનોનું પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે
- Convention Center માં અનેક આંતરિક સુવિધાઓ મળશે
Riverfront Convention Center : આપણે સૌ જાણીએ છીએ કે, અમાદાવાદની આગવી ઓળખ તરીકે Riverfront આવેલું છે. આ Riverfront ની કામગીરીની શરૂઆત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કરવામાં આવી હતી. તો આજરોજ આ Riverfront ની મુલાકાતે વિદેશીઓ પણ આવે છે. તે ઉપરાંત Riverfront પરની નજીક વિવિધ સુવિધાઓ પણ સજ્જ કરવામાં આવી છે. ત્યારે Riverfront ની શાનમાં વધુ એક વધારો કરવામાં આવી રહ્યો છે.
1000 વાહનોનું પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે
આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Riverfront પર કન્વેન્શન, કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જેનો અંદાજિત ખર્ચ 800 કરોડ આંકવામાં આવ્યો છે. ત્યારે આ અદ્યતન વિસ્તારને બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની મદદ કરવામાં આવશે. તો આ Convention Center ની અંદર 4 હજાર ચોરસ મીટર એક્ઝિબિશન હોલ, 20 જેટલા મિટિંગ રૂમ અને પર્ફોમિંગ આર્ટ થિયેટર તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: નકલી વસ્તુઓનું પાટનગર બન્યું ગુજરાત, અહેવાલ વાંચીને માથું ભમી જશે
Convention Center માં અનેક આંતરિક સુવિધાઓ મળશે
આ Convention Center માં કલ્ચર પ્લાઝા ઉભું કરાશે. તે ઉપરાંત Riverfront પર એક હજાર વાહનોનું પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો આ અદ્યતન Convention Centerમાં અનેક આંતરિક સુવિધાઓ મળશે. જોકે ગુજરાત વિકાસને ધ્યાનમાં રાખીને આ આધુનિક Convention Center તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો: હવે, સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ લેતા પહેલા આ વસ્તુ અચૂક સાથે રાખવી