Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad માં કાયદાને યુવકો ઘોળીને પી ગયા, મહિલા પોલીસનું નિપજ્યું મોત

Riverfront Hit And Run Case : કારચાલકે પાછળથી પૂરપાટ મહિલાને ટક્કર મારી
ahmedabad માં કાયદાને યુવકો ઘોળીને પી ગયા  મહિલા પોલીસનું નિપજ્યું મોત
Advertisement
  • રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની
  • શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત થયું
  • કારચાલકે પાછળથી પૂરપાટ મહિલાને ટક્કર મારી

Riverfront Hit And Run Case : શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં મહિલા પોલીસકર્મીને વાહન ચાલક ટક્કર મારી હતી. તેના કારણે આ મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.

શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત થયું

મળતી માહિતી મુજબ, રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની છે. જેમાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. આ મહિલા પોલીસકર્મીનું નામ શારદાબહેન ડાભી હતું. તો ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ સાત ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમના બંદોબસ્તમાંથી પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો: પોલીસે જો આરોપીની મહેમાનગતિ કરી, તો આકરા પગલા લેવાશે: HM Harsh Sanghvi

Advertisement

કારચાલકે પાછળથી પૂરપાટ મહિલાને ટક્કર મારી

જોકે આ મહિલા પોલીસકર્મી બંદોબસ્ત પૂર્ણ કરી પોતાનું એકટીવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પરથી તેઓ પસાર થતા હતા, ત્યારે એક કારચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને એકટીવાને ટક્કર મારી હતી. આ ટક્કરની સાથે તેઓ રોડ ઉપર પડ્યા હતા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને અજાણ્યા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad Riverfront પર અદ્યતન સુવિધાવાળું બનશે કન્વેન્શન સેન્ટર

Tags :
Advertisement

.

×