આરજે દેવકી, કાજલ ઓઝા વૈદ્ય, સાંસદ હેમાંગ જોશી આવ્યા Kinjal Dave ના સમર્થનમાં, જુઓ શું કહ્યું?
- Kinjal Dave વિવાદમાં હવે કાજલ ઓઝા વૈદ્યની એન્ટ્રી!
- કાજલ ઓઝા વૈદ્યે કિંજલ દવેના સમર્થનમાં મુકી પોસ્ટ
- વિવાદ અંગે સાંસદ હેમાંગભાઈ જોશીએ પણ કરી પોસ્ટ
- આરજે દેવકીએ પણ કિંજલ દવેનું કર્યું સમર્થન
- "કિંજલ દવેએ બ્રહ્મસમાજને કેટલું ગૌરવ અપાવ્યું એ તો જૂઓ!"
Kinjal Dave: ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલમાં પ્રોફેશનલ લાઈફના કારણે નહીં, પરંતુ પોતાની અંગત જિંદગી અને સામાજિક વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. કિંજલ દવેએ તાજેતરમાં બિઝનેસમેન અને અભિનેતા ધ્રુવિન શાહ (Dhruvin Shah) સાથે સગાઈ કરી છે. આ સગપણ આંતરજ્ઞાતિય (Inter-caste) હોવાને કારણે 'પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ' દ્વારા કિંજલ દવે (Kinjal Dave) ના પરિવારને જ્ઞાતિ બહાર કરવાનો એટલે કે બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયે આખા ગુજરાતમાં એક નવી ચર્ચા જગાવી છે.
Kajal Ojha Vaidya નું સમર્થન: "નાત બહાર તો નરસિંહ મહેતાને પણ મુકાયા હતા"
કિંજલ દવે વિવાદમાં હવે કાજલ ઓઝા વૈદ્યની એન્ટ્રી!
કાજલ ઓઝા વૈદ્યે કિંજલ દવેના સમર્થનમાં મુકી પોસ્ટ
કિંજલ દવેનો વાંક માત્ર એટલો કે તે સફળ છેઃ કાજલ ઓઝા
"નાત બહાર તો નરસિંહ મહેતાને પણ મુકાયા હતા"
Video Courtesy: @KaajalOV @Kinjaldavemusic #KajalOzaVaidya #KinjalDave #SocialBoycott… pic.twitter.com/Ha5Rpo9xsV— Gujarat First (@GujaratFirst) December 16, 2025
પ્રખ્યાત લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે (Kajal Ojha Vaidya) આ મામલે કિંજલ દવેના પક્ષમાં મક્કમતાથી પોતાની વાત રજૂ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "કિંજલ દવેનો વાંક માત્ર એટલો જ છે કે તે સફળ છે. સમાજ સફળ વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી." તેમણે ઐતિહાસિક સંદર્ભ ટાંકીને કિંજલને હિંમત આપતા કહ્યું કે, "કિંજલ, નાત બહાર તો નરસિંહ મહેતાને પણ મુકાયા હતા, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે શું કરવું અને કોની સાથે જીવન વિતાવવું એ નિર્ણય તારો જ હોવો જોઈએ. તારી ઈચ્છા અને તને જે યોગ્ય લાગે એ જ કરજે." કાજલ ઓઝાએ સમાજને પણ વિનંતી કરી છે કે આપણે સાથે મળીને મનને મોટું બનાવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ સમાજમાંથી બહિષ્કાર મુદ્દે Singer Kinjal Dave નું મોટું નિવેદન
RJ Devaki ના આકરા સવાલ: "સંઘર્ષ સમયે સમાજ ક્યાં હતો?
સિંગર કિંજલ દવેને 'નાત બહાર' મુકવા પર RJ દેવકીનો રોષ, કહ્યું- 'શંકર અને કૃષ્ણના પણ લવ મેરેજ હતા'
Video Courtesy: @RJdevaki @Kinjaldavemusic #KinjalDave #RJDevaki #GujaratiNews #ViralVideo #Gujarat #WomenEmpowerment #SocialChange #TrendingNow #Support pic.twitter.com/zTUvMKz234— Gujarat First (@GujaratFirst) December 16, 2025
રેડિયો જોકી દેવકી(Raj Devaki) એ પણ એક વીડિયો પોસ્ટ કરીને સમાજના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. દેવકીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું કિંજલ દવે પોતાની મરજીથી જીવનસાથી પસંદ ન કરી શકે? જ્યારે આ દીકરી સંઘર્ષ કરતી હતી ત્યારે સમાજ તેની મદદ કરવા ક્યાં હતો? આજે જ્યારે તે સફળ થઈ છે અને ગૌરવ અપાવ્યું છે, ત્યારે તેને એકલી પાડી દેવી કેટલી યોગ્ય છે?" દેવકીએ વધુમાં ઉમેર્યું કે, સમાજ વ્યક્તિને ટેકો આપવા માટે હોવો જોઈએ, તેને માનસિક ત્રાસ આપવા કે બહિષ્કાર કરવા માટે નહીં. કિંજલ દવેએ બ્રહ્મ સમાજનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે, તે વાત સમાજે ભૂલવી ન જોઈએ.
MP Hemang Joshi એ ગણાવ્યું 'બ્રહ્મ સમાજનું ગૌરવ'
રાજકીય ક્ષેત્રેથી પણ કિંજલને મજબૂત ટેકો મળ્યો છે. વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશી (Hemang Joshi) એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કિંજલ દવેને શુભેચ્છા પાઠવી છે. તેમણે કિંજલને 'બ્રહ્મ સમાજ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ' ગણાવી હતી. ધ્રુવિન શાહ સાથેના સગપણનો ઉલ્લેખ કરી તેમણે આ નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. એક સાંસદ તરીકે અને સમાજના જ સભ્ય તરીકે હેમાંગ જોશીનું આ વલણ સમાજના રૂઢિચુસ્ત વર્ગ માટે એક સંદેશ સમાન માનવામાં આવી રહ્યું છે.
Kinjal Dave Engagement controversy: શું છે વિવાદ?
કિંજલ દવે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, જ્યારે ધ્રુવિન શાહ અન્ય જ્ઞાતિના છે. સમાજના પરંપરાગત નિયમોનું ઉલ્લંઘન ગણાવીને પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં કિંજલના પરિવાર સામે કડક વલણ અપનાવવામાં આવ્યું. આ નિર્ણયની સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાંક લોકો પરંપરાના નામે આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો અને ગુજરાતની સેલિબ્રિટીઝ કિંજલના સમર્થનમાં ઉતરી આવ્યા છે.


