લાખોની આવક ધરાવતો વ્યક્તિ પણ સંતાનને આ શાળામાં બેસાડવા માટે અસક્ષમ
- ઋષભ જૈને જયપુરની School નો પત્ર Viral કર્યો
- School એ એક વર્ષ માટેની ફી 4.27 લાખ રૂપિયા માગી
- આ School માટે તમારી 20 લાક આવક પણ ઓછી
RJ Rishabh Jain Viral Post : ભારત શૈક્ષણિક સ્તરે આજે પણ ખુબ જ પાછળ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતમાં સરકાર દ્વારા શિક્ષામાં વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે સરાકારી School ઓમાં માધ્યમિક શિક્ષણ મફતમાં આપવામાં આવી રહ્યું છે. તેની સાથે માધ્યમિક શિક્ષણ દરમયિાન ઉપયોગમાં આવતા પાઠ્ય પુસ્તકોને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. પરંતુ આ આધુનિક યુગમાં ભારતની અંદર વ્યાવસાયિક વ્યક્તિઓએ શિક્ષણને વેપાર બનાવી દીધું છે. તેના કારણે સરકારી School સિવાય મિડલ ક્લાકના લોકો પોતાના બાળકને અન્ય School માં મૂકવાનો વિચાર પણ કરતા નથી.
ઋષભ જૈને જયપુરની School નો પત્ર Viral કર્યો
તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ Viral થઈ રહી છે. આ પોસ્ટમાં એક વ્યક્તિએ શૈક્ષણિક ખર્ચ વિશે માહિતી આપી છે. જોકે તેણે જે આંકડો જાહેર કર્યો છે. તે આંકડો આજે પણ અમુક પરિવારની વાર્ષિક આવક સમાન હોય છે. ત્યારે પોસ્ટ આરજે ઋષભ જૈન દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ ઉપર આ પોસ્ટ શેર કરી છે. ત્યારે તેમણે પોસ્ટમાં જયપુરની એક Schoolમાં લેવામાં આવતી વાર્ષિક ફીના આંકડાઓ દર્શાવ્યા છે. જોકે આ Schoolમાં તેમની દીકરી અભ્યાસ કરી રહી છે.
આ પણ વાંચો: અદ્યતન સુવિધાઓ અને આધુનિકતાથી સજ્જ વિશ્વનું સૌથી વિશાળ એરપોર્ટ
Good education is a luxury - which middle class can not afford
My daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.
- Registration Charges: ₹2,000
-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024
Schoolએ એક વર્ષ માટેની ફી 4.27 લાખ રૂપિયા માગી
આરજે ઋષભ જૈનની દીકરી જયપુરની આ School માં ધોરણ 1 માં અભ્યાસ કરે છે. ત્યારે School ઓ તેમને એક વર્ષ આશરે 4.27 લાખ રૂપિયા ફીનો એક પત્ર મોકલાવ્યો છે. તો School તરફથી આ રકમ ક્યા કારણોસર લેવામાં આવે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં રજિસ્ટ્રેશન ફી, બસ ફી, પુસ્તકો, પૂનિફોર્મ સહિત Schoolમાં દ્વારા આપવામાં આવતી તમામ સુવિધા અને પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋષભ જૈને પોસ્ટમાં વધુમાં કહ્યું કે જે લોકો વાર્ષિક 20 લાખ રૂપિયા કમાતા હોય, તે પણ પોતાના બાળકોને આ Schoolમાં મોકલી શકશે નહીં.
આ School માટે તમારી 20 લાક આવક પણ ઓછી
તમારી 20 હજાર ડોલરની આવકમાંથી 50% આવક ટેક્સ, GST, પેટ્રોલ પર વેટ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, કેપિટલ ગેઇન્સ, લેન્ડ રજિસ્ટ્રી ફી વગેરેમાં સરકારને જાય છે. આ સિવાય તમારે ટર્મ ઈન્સ્યોરન્સ, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ અને પેન્શન માટે પીએફ, એનપીએસ ચૂકવવા પડશે. અને 20 લાખની આવક ઉપર તમે સરકારી યોજનાઓ માટે માન્ય નથી. બાકીના 10 લાખ રૂપિયા સાથે તમે કાં તો ભોજન, કપડાં, ભાડું અથવા EMI ચૂકવી શકો છો, અને થોડી બચત કરી શકો છો અથવા તમે તમારા બે બાળકોની Schoolની ફી ચૂકવી શકો છો.
આ પણ વાંચો: મુસ્લિમ પ્રેમીએ હિન્દુ પ્રેમિકાનો સરાજાહેર હાથ કાપી નાખ્યો, જુઓ Video