ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

‘Congress ની કાનપટ્ટી પર કટ્ટો રાખીને RJDએ CM પદ છીનવ્યું’, આરામાં મહાગઠબંધન પર PM મોદીનો વાર

Congress : બિહાર ચૂંટણી રોમાચંક તબક્કામાં પહોચી ગઈ છે. એનડીએ અને મહાગઠબંધન પોત-પોતાની શક્તિ લગાવી રહ્યાં છે, આ વચ્ચે પીએમ મોદીએ બિહારના આરામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમને કોંગ્રેસ અને આરજેડી પર તીખા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બધુ ઠિક ન ચાલતું હોવાનો દાવો કર્યો હતો.
05:17 PM Nov 02, 2025 IST | Mujahid Tunvar
Congress : બિહાર ચૂંટણી રોમાચંક તબક્કામાં પહોચી ગઈ છે. એનડીએ અને મહાગઠબંધન પોત-પોતાની શક્તિ લગાવી રહ્યાં છે, આ વચ્ચે પીએમ મોદીએ બિહારના આરામાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમને કોંગ્રેસ અને આરજેડી પર તીખા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બધુ ઠિક ન ચાલતું હોવાનો દાવો કર્યો હતો.

આરામાં પીએમ મોદીનો Congress પર પ્રહાર : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે આરામાં યોજાયેલી ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે મહાગઠબંધન પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે RJD અને કોંગ્રેસ વચ્ચે દરાર છે અને આ ગઠબંધન માત્ર સત્તાની લાલસા પર ટકેલું છે. વ્યંગ્યભર્યા અંદાજમાં પીએમે કહ્યું, “આરજેડીએ કોંગ્રેસની કાનપટ્ટી પર કટ્ટો રાખીને CM પદની ચોરી કરી લીધી છે.”

પીએમ મોદીએ કહ્યું કે બિહારના લોકો ફરીથી એવા “અંધકાર અને ડરના યુગ”માં પાછા ફરવા માગતા નથી, જ્યાં ભય, કટ્ટા અને ભ્રષ્ટાચાર જ ઓળખ બની ગયા હતા. તેમણે દાવો કર્યો કે આજે બિહારમાં NDAના સુશાસન વિરુદ્ધ જંગલરાજના કુશાસન વચ્ચે ટક્કર છે.

Congress-મહાગઠબંધન પર પીએમ મોદીના આકરા પ્રહાર

મહાગઠબંધન પર હુમલો કરતાં પીએમે કહ્યું કે નામાંકન પાછું ખેંચવાના એક દિવસ પહેલાં RJD-કોંગ્રેસ વચ્ચે બંધ ઓરડામાં સત્તાનો સોદો થયો. તેમણે કહ્યું, “કોંગ્રેસ નહોતી ઇચ્છતી કે તેજસ્વી યાદવને CM ઉમેદવાર જાહેર કરવામાં આવે પરંતુ RJDએ ગુંડાગર્દી બતાવીને કોંગ્રેસ પાસે સમર્થનની જાહેરાત કરાવી હતી. પહેલાં જબરદસ્તી નામ નક્કી કરાવ્યું અને પછી જાહેરાત પણ કરાવી.”


આ પણ વાંચો- Bihar : ચૂંટણીના માહોલ વચ્ચે JDUના બાહુબલી નેતા અનંત સિંહની હત્યા કેસમાં ધરપકડ!

પીએમે કહ્યું કે કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે તેમના ઘોષણાપત્ર અને પ્રચાર બંને પર કોઈનું ચાલતું નથી. વ્યંગ્ય કરતાં તેમણે કહ્યું, “આ લોકો વચ્ચે એટલી નફરત વધી ગઈ છે કે પરિણામ પછી આ એકબીજાનું માથું ફોડવા ઉતરી આવશે.”

‘રાજદનું જંગલરાજ – ભય, કટ્ટા અને ભ્રષ્ટાચારની ઓળખ’

આરાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે રાજદનું શાસન બિહાર માટે “અંધકારનો યુગ” હતું. તેમણે કહ્યું, “જંગલરાજની ઓળખ છે – ભય, કટ્ટા, ક્રૂરતા, કુશાસન અને ભ્રષ્ટાચાર.” વડાપ્રધાને કહ્યું કે બિહારની દીકરીઓ અને ગરીબો હવે એ યુગમાં પાછા ફરવા માગતા નથી, જ્યારે અપરાધીઓ ખુલ્લેઆમ ફરતા હતા. તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોનો ઉલ્લેખ કરતાં કહ્યું, “એક દીકરીએ કહ્યું કે કેટલાક મહિના માટે જ્યારે રાજદ સરકાર આવી હતી, ત્યારે બિહારે જંગલરાજનો ટ્રેલર જોઈ લીધો હતો.”

NDA સરકાર ખેડૂતોની સાથે – PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે NDAના સંકલ્પ પત્રમાં ગામની સમૃદ્ધિ અને ખેડૂતોની આવક વધારવાની યોજનાઓ છે. તેમણે કહ્યું કે બિહારમાં ફૂડ પાર્કનું નેટવર્ક વધારવામાં આવશે, ખેડૂતોને કિસાન સન્માન નિધિના 6000 રૂપિયા સાથે વધારાના 3000 રૂપિયા મળશે. આ ઉપરાંત પશુપાલકો માટે મિલ્ક મિશન અને મત્સ્યપાલકો માટે જુબ્બા સહની મત્સ્ય પાલક સહાય યોજના હેઠળ વાર્ષિક 9000 રૂપિયાની મદદ મળશે. તેમણે કહ્યું કે “હવે બિહાર બીજા રાજ્યોને માછલી વેચે છે… આ નવા બિહારનું પ્રતીક છે.”

આ પણ વાંચો- કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ દિલ્હીની પ્રદૂષિત હવાને લઇને PM મોદીને કરી આ ખાસ અપીલ

Tags :
Bihar ElectionCongressJungle RajMahagathbandhan OppositionPM Modi AraRJD
Next Article