'લગ્ન કરવો ગુનો નથી, બે લગ્ન આપણી પરંપરા છે' - RJD સાંસદ
- લાલુ યાદવના પુત્રના સમર્થનમાં આવ્યા પાર્ટીના સાંસદ
- પ્રથમ વખત તેજપ્રતાય યાદવને સમર્થન મળ્યાનું સામે આવ્યું
- લાલુ પ્રસાદ યાદવે પુત્રને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે
MP SUPPORT TEJPRATAP : રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સાંસદ સુધાકર સિંહે (SUDHAKAR SINGH) તેજ પ્રતાપ યાદવ (TEJ PRATAP YADAV) ના કથિત બીજા લગ્ન અને કૌટુંબિક વિવાદ મામલે તેમનું સમર્થન કર્યું છે. તેમણે આ વાતને તેજપ્રતાપનો અંગત મામલો ગણાવ્યો છે અને કહ્યું છે કે, લગ્ન કરવા અનૈતિક કે ગેરકાયદેસર કૃત્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે, આપણી પરંપરામાં બે લગ્ન પહેલાથી જ અસ્તિત્વમાં છે.
આપણે રામ મનોહર લોહિયાના પગલે ચાલનારા લોકો છીએ
સોમવારે મીડિયા સાથે વાત કરતા આરજેડી સાંસદ સુધાકર સિંહે કહ્યું, 'લગ્ન કરવા એ તેમનો (તેજ પ્રતાપનો) અંગત મામલો છે. કાયદો પણ તેને ગુનાની શ્રેણીમાં ગણતો નથી. આ તો નિર્દોષોની શ્રેણી છે. તેમણે ઉમેર્યું કે, આપણે રામ મનોહર લોહિયાના પગલે ચાલનારા લોકો છીએ. જો તેજ પ્રતાપે બીજી વાર લગ્ન કર્યા છે, તો તેન જાહેરાત તેઓ પોતે કરશે, હું વ્યક્તિગત રીતે આ વાતને અનૈતિક કૃત્ય માનતો નથી.
ઘણા લોકોએ બે કે ત્રણ લગ્ન કર્યા છે
ભારતીય હિન્દુ રિવાજોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, બે લગ્નની પ્રથા ઘણા સમયથી અસ્તિત્વમાં છે. સુધાકરે ઉમેર્યું કે, 'અમે ઘણા સમયથી આ સાંભળી રહ્યા છીએ. ચિરાગ પાસવાનનું ઉદાહરણ લો, તેમનો જન્મ એક અલગ માતાથી થયો હતો. ઘણા લોકોએ બે કે ત્રણ લગ્ન કર્યા છે. આ કોઈ મોટી વાત નથી.
કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી
સાંસદે લાલુ યાદવને પણ અપીલ કરતા કહ્યું કે, લાલુજીએ આ વાતને પિતા તરીકે સ્વીકારવી જોઈએ. સુધાકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેજ પ્રતાપ યાદવના કથિત બીજા લગ્ન અંગે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. જોકે, તેજ પ્રતાપે હજુ સુધી આ બાબતે કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
ભૂતપૂર્વ પ્રેમિકાનું એકાઉન્ટ હેક થઈ ગયું
હકીકતે તાજેતરમાં તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનુષ્કા સાથેના પોતાના ફોટા સાથેની એક પોસ્ટ શેર કરી હતી. જોકે, બાદમાં તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. અંતે તેમણે હ્યું કે, તેમની ભૂતપૂર્વ પ્રેમિકાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ પછી, લાલુ યાદવે તેજ પ્રતાપ સામે કાર્યવાહી કરતા તેને અંગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના ગણાવી અને તેજ પ્રતાપને 6 વર્ષ માટે આરજેડીમાંથી હાંકી કાઢ્યો હતો.
આ પણ વાંચો --- Rain Alert : પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ, 26ના મોત