Banaskantha : પાલનપુરના ગઢ મડાણાના ગ્રામજનોની માગ, રસ્તો નહી બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
- પાલનપુર તાલુકાના ગઢ મડાણા ગામે રસ્તાની માગ
- 5 વર્ષથી અનેક રજૂઆતો છતાં નિરાકરણ નથી આવ્યું
- કાચો રોડ હોવાને કારણે ચોમાસામાં ભારે હાલાકી
- કામગીરી નહી થાય તો ચૂંટણી બહિષ્કારની લોકોની ચીમકી
પાલનપુર તાલુકાના ગઢ મડાણા ગામના રામનગરના લોકો છેલ્લા પાંચ વર્ષથી રોડ રસ્તા ને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસામાં વરસાદ આવે એટલે બાળકો શાળાએ નથી જઈ શકતા રોડ ન હોવાને કારણે પશુપાલકો અને ખેડૂતો પણ અટવાઈ છે. ત્યારે ચોમાસામાં આ માર્ગ પર દુર્ગમ પરિસ્થિતિ સર્જાય છે. અને જેને કારણે લોકોને હાલાકીઓ પડે છે. છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ આવે છે રોડ બનાવવાના વચનો આપે છે .પરંતુ એ પોકળ પુરવાર થાય છે. ત્યારે હવે જો રોડનું કામ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી દીધી છે.
કાચો રોડ હોવાને કારણે ચોમાસામાં ભારે હાલાકી
ગઢ મડાણા ગામના રામનગરના વિસ્તારનો રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. એટલે કે કાચો રોડ હોવાને કારણે અહીં રહેતા 400 જેટલા પરિવારો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ રોડ પરથી પશુપાલકોને પણ ચાલવાનું રસ્તો છે. ગ્રામજનોને પણ ચાલવાનો રસ્તો છે અને ખેડૂતોને પણ ચાલવાનું રસ્તો છે. એટલે ચોમાસામાં તો અહીંયા વિકટ પરિસ્થિતિ સર્જાય છે. કારણ કે ચોમાસામાં પાણી ભરાય છે અને કાદવ કિચડ પણ થાય છે. જેથી આ રોડ પર ચાલી શકાય એવી પરિસ્થિતિ જ નથી. તેને છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત થઈ રહી છે આ રોડ બનાવવા માટેની માર્ગ મકાન વિભાગ ધારાસભ્ય સંસદ સભ્ય પરંતુ કોઈ આ રોડ માટે ની વાત સાંભળી નથી અથવા તેની દરકાર લીધી નથી એટલે કે ગ્રામજનો હવે કહી રહ્યા છે કે રોડનું સત્વરે કામ નહીં કરાય તો આગામી ચૂંટણીનો સમગ્ર ગામ બહિષ્કાર કરશે.
ચોમાસામાં સૌથી વધુ મુશ્કેલી બાળકોને પડે છે કારણ કે આ આખો રોડ જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે અને કાદવ કિચડ થઈ જાય છે અને જેને લીધે શાળાએ જતા બાળકો આ રોડ પરથી પસાર થઈ શકતા નથી. જેને કારણે બાળકો શાળાએ જવાનું ટાળે છે અથવા તો જોખમી રીતે જાય છે. એટલે કે બાળકોની પણ માંગ છે અને શાળાના શિક્ષકોની પણ માંગશે કે જો આ રોડ થાય તો બાળકો શાળાએ આવી શકે તેમનો અભ્યાસ ન બગડે અને આ રોડનું સત્વરે બનાવવાની માંગ છે.
આ પણ વાંચોઃ Amareli માં હત્યાના ઈરાદે હિટ એન્ડ રન, સિવિલ કેમ્પસમાં 3 યુવકો પર ચડાવી કાર
એક આખા ગામની માગણી હોય અને જો એ રોડ પણ પાંચ વર્ષથી ન બનતો હોય સરપંચ થી લઈ અને સીએમ સુધી રજૂઆત થતી હોય છતાં પણ આ રોડની વાત ધ્યાને ન લેવાતી હોય તો સ્પષ્ટપણે લોકોને મુશ્કેલીમાં મૂકવા માટેની આ એક નીતિ છે અને આ નીતિ તંત્ર એ સુધારવી નથી અને લોકો મુશ્કેલીમાં જ રહે એ આ તંત્રને મંજૂર છે.
આ પણ વાંચોઃ Bhavnagar :મહુવામાં ડબલ મર્ડરમાં મોટો ખુલાસો, પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ