Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેધરલેન્ડ્સના રાજકીય ઇતિહાસમાં મધ્યપંથી પક્ષ D66એ પ્રચંડ વિજ્ય મેળવીને કર્યો મોટો ઉલટફેર! યુવા નેતા રોબ જેટન બનશે નવા વડાપ્રધાન!

નેધરલેન્ડ્સમાં મધ્યપંથી પક્ષ D66 એ ચૂંટણી જીતીને ઇતિહાસ રચ્યો છે. D66 ના 38 વર્ષીય નેતા રોબ જેટને મજબૂત નેતા ગીર્ટ વાઇલ્ડર્સને હરાવીને દેશના સૌથી યુવા વડા પ્રધાન બનવા તૈયાર છે. તેઓ ખુલ્લેઆમ સમલૈંગિકતાનો સ્વીકાર કરનાર નેધરલેન્ડ્સના પ્રથમ PM બનશે. જેટને કહ્યું કે આ વિજય સકારાત્મક સંદેશ સાથે ઉગ્રવાદી વિચારધારાને હરાવી શકાય છે તેનો આ પુરાવો છે.
નેધરલેન્ડ્સના રાજકીય ઇતિહાસમાં મધ્યપંથી પક્ષ d66એ પ્રચંડ વિજ્ય મેળવીને કર્યો મોટો ઉલટફેર  યુવા નેતા રોબ જેટન બનશે નવા વડાપ્રધાન
Advertisement
  •  Rob Jetten: નેધરલેન્ડમાં મધ્યપંથી પાર્ટી D66 એ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી
  • નેધરલેન્ડના યુવા નેતા રોબ જેટન બનશે નવા વડાપ્રધાન
  • રોબ જેટને મજબૂત નેતા ગીર્ટ વાઇલ્ડર્સને આપ્યો કારમો પરાજય

નેધરલેન્ડ્સના રાજકીય ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે, જ્યાં મધ્યપંથી પક્ષ D66 એ ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવીને સત્તાના સમીકરણો બદલી નાંખ્યા છે. આ ચૂંટણીમાં D66 પક્ષના તેજસ્વી નેતા રોબ જેટન જેઓ હવે નેધરલેન્ડ્સના આગામી વડાપ્રધાન બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે આ ચૂંટણીમાં પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી અને જમણેરી રાજકારણના પ્રભાવશાળી નેતા ગીર્ટ વાઇલ્ડર્સને કારમો પરાજય આપ્યો છે. આ જીત માત્ર એક રાજકીય સફળતા નથી, પણ નેધરલેન્ડ્સની સમાજમાં વધતી જતી સકારાત્મકતા અને ઉદારતાનો સંદેશ પણ છે.જેટન એક ગે છે, તેમણે જાહેરમાં સમલૈગિંકતનો  સ્વીકાર કર્યો છે.

Rob Jetten નેધરલેન્ડ્સના બનશે નવા વડાપ્રધાન!

નોંધનીય છે કે વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ 38 વર્ષની યુવાન વયના રોબ જેટન અનેક રેકોર્ડ સ્થાપિત કરશે. તેઓ નેધરલેન્ડ્સના સૌથી નાની વયના વડા પ્રધાન બનશે, જે દેશના યુવાનો માટે એક પ્રેરણા છે. આ ઉપરાંત, જેટન ખુલ્લેઆમ સમલૈંગિકતાનો સ્વીકાર કરનાર પ્રથમ વડા પ્રધાન બનીને યુરોપીયન રાજકારણમાં પણ એક નવું સીમાચિહ્ન સ્થાપશે. જેટનનો ઉછેર દક્ષિણપૂર્વ નેધરલેન્ડ્સના ઉડેન શહેરમાં થયો હતો અને તેમણે રેડબાઉડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમને બાળપણથી જ રમતગમત પ્રત્યે ઘણો લગાવ હતો, અને તેમના માતા-પિતા બંને શિક્ષક હતા.

Advertisement
Advertisement

Rob Jettenએ આર્જેન્ટિનાના હોકી ખેલાડી નિકોલસ કીનન સાથે કરી છે સગાઇ

તેમના અંગત જીવનની વાત કરીએ તો, રોબ જેટનની સગાઈ આર્જેન્ટિનાના હોકી ખેલાડી નિકોલસ કીનન સાથે થઈ છે અને તેમનું લગ્ન આગામી વર્ષે સ્પેનમાં થવાનું છે. રાજકીય ક્ષેત્રે, જેટનનો મુકાબલો ઇસ્લામ વિરોધી નેતા ગીર્ટ વાઇલ્ડર્સ સાથે થયો હતો, જેમનો નેધરલેન્ડ્સમાં નોંધપાત્ર પ્રભાવ છે. વાઇલ્ડર્સે તેમના પ્રચારમાં ઇમિગ્રેશન વિરોધી કડક નીતિઓ પર ભાર મૂક્યો હતો અને કુરાન પર પ્રતિબંધ મૂકવા સુધીની હાકલ કરી હતી, જેણે દેશમાં ધ્રુવીકરણ વધાર્યું હતું.તેનાથી વિપરીત, જેટને સતત વાઇલ્ડર્સ પર દેશમાં વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઐતિહાસિક વિજય પછી, રોબ જેટને એક મજબૂત અને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, "અમે દુનિયાને બતાવ્યું છે કે જો તમે તમારા દેશ માટે સકારાત્મક સંદેશ સાથે પ્રચાર કરો છો, તો લોકપ્રિય ચળવળોને હરાવવાનું શક્ય છે." જોકે, નેધરલેન્ડ્સમાં ચૂંટણીના સત્તાવાર પરિણામો સોમવાર, 3 નવેમ્બરના રોજ દેશની બહાર રહેતા નાગરિકોના પોસ્ટલ બેલેટનો સમાવેશ કર્યા પછી જાહેર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: ભારતે UNમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું-Pokમાં પાકિસ્તાન અત્યાચાર કરવાનું બંધ કરે

Tags :
Advertisement

.

×