ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad માં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડી, એક બાળકીનું મોત, બે લોકો દટાયા

અમદાવાદમાં ભેખડ ધસી પડતા બાળકીનું મોત થયુ છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હતા. એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધસી પડી હતી. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી. મળતી...
03:51 PM Oct 17, 2023 IST | Dhruv Parmar
અમદાવાદમાં ભેખડ ધસી પડતા બાળકીનું મોત થયુ છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હતા. એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધસી પડી હતી. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી. મળતી...

અમદાવાદમાં ભેખડ ધસી પડતા બાળકીનું મોત થયુ છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા શ્રમિકો દટાયા હતા. એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં ભેખડ ધસી પડી હતી. કન્સ્ટ્રક્શન સાઇડ પર બેઝમેન્ટ પાર્કિંગનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના બની હતી.

મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં નિર્માણાધિન બિલ્ડિંગની ભેખડ ધસી પડી હતી. આંબાવાડી વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું છે. સી.એન.વિદ્યાલય પાસે નવનિર્મિત સાઇટ ઉપર ભેખડ પડવાની ઘટના બની છે. એચ.આર.કન્સ્ટ્રક્શન ગ્રૂપ દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવતું હતું. બિલ્ડર દ્વારા આ ઘટનાને છુપાવવા મજૂર શ્રમિક પરિવારને બારોબાર હોસ્પિટલ લઈ જવાયો છે.

મહત્વનું છે કે, તાજેતરમાં નરોડામાં બાંધકામ સાઈટ પર ભેખડ ઘસી પડતા દુર્ઘટના ઘટી હતી. ભેખડ ધસી પડતા મહિલા શ્રમિક સહિત 3 ના મોત થયા હતા. વરસાદના કારણે ભેખડ ધસી પડી હોવાની માહિતી સામે આવી છે. થોડા દિવસો પહેલા વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. એકનુ સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot : રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે

Tags :
AhmedabadAmbawadi areaConstructionconstruction buildingconstruction building collapsedGujarat
Next Article