રોમાનિયામાં ડિવાઇડર વટાવીને બે વાહન ઉપર થઇને કાર ફંગોળાઇ, ચાલક સલામત
- રોમાનિયામાં મેડિકલ કટોકટીના કારણે સનસનીખેજ અકસ્માત સર્જાયો
- કાર ડિવાઇડર વટાવાની બે વાહન કુદી ગઇ
- આશ્ચર્યજનક ઘટનામાં કોઇ પણ જાનહાની થઇ નથી
Romania Car Accident : રોમાનિયામાં એક આઘાતજનક અને નાટકીય માર્ગ અકસ્માત થયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળ્યા અનુસાર, એક ઝડપી ગતિએ આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈ, હવામાં ઘણા ફૂટ ઉડી ગઈ, અને બીજી બાજુ જઇને પડી ગઈ હતી, આ મોટા કુદકા દરમિયાન બે કારને ક્રોસ કરી ગઈ હોવાનું સીસીટીવીમાં સામે જોવા મળ્યું છે. જો કે, સદ્નસીબે આ ચોંકાવનારા અકસ્માતમાં ડ્રાઇવરને માત્ર નાની-મોટી ઇજાઓ જ પહોંચી છે. આ ઘટનાનો એક ભયાનક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બે વાહનો ઉપરથી કાર પસાર થઇ ગઇ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ભયાનક માર્ગ અકસ્માત અચાનક તબીબી કટોકટીને કારણે થયો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 55 વર્ષીય ડ્રાઇવરે અચાનક તબીબી કટોકટીનો અનુભવ કર્યો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. અને ઝડપી ગતિએ આવતી મર્સિડીઝ પહેલા ડિવાઇડર સાથે અથડાઈ, અને પછી હવામાં ઘણા મીટર કૂદી ગઈ હતી, બાદમાં કાર રસ્તાની બીજી બાજુ પડી ગઈ હતી, અને બે સામેથી આવતી કાર પર ઉડીને પેલે પાર પહોંચી ગઇ હતી.
ડ્રાઇવરને નાની-મોટી ઇજાઓ થઈ
સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ ભયાનક અકસ્માતમાં ડ્રાઇવરને ફક્ત નાની ઇજાઓ જ થઈ હતી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેણે સારવારનો ઇનકાર કર્યો હતો, અને તે જાતે જ ઘરે ગયો હતો. અકસ્માતમાં સામેલ અન્ય વાહનોના ડ્રાઇવરોને પણ ગંભીર ઇજાઓ થઈ ન હતી. આ સીસીટીવી વિડિઓ જોનારા દરેકને આશ્ચર્ય થયું છે કે, આટલા ભયાનક અકસ્માતમાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. લોકો તેને ચમત્કાર કહી રહ્યા છે.
આ પણ વાંચો ------ IndiGo Flight Cancellation : 'દીકરીને પેડ્સ આપો', પિતાનો સંવેદનશીલ વીડિયો વાયરલ