Surat : માવઠાના કારણે ખેડૂતોનું નુકસાન, પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર
- માવઠાના કારણે ખેડૂતોને પાકમાં થયું નુકસાન
- નુકસાનને લઈને પાલ આંબલીયાએ સરકાર પર કર્યા પ્રહાર
- માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું: પાલ આંબલીયા
સુરતના કામરેજ ખાતે સામાજિક કાર્યક્રમમાં કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ હાજરી આપી હતી. માવઠાથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોના પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે. પરંતું સરકાર કંઈ આપવા માંગતી નથી. દરેક વખતે સરકાર કહે છે કે પેકેજ પાઈપ લાઈન છે પણ આ પાઈપ લાઈનનો છેડો આવતો નથી. ખેડૂતોને વળતર મળે એ માટે અમે લડત લડી રહ્યા છીએ.
એક વર્ષ થઈ ગયું પાઈપ લાઈનનો છેડો જ આવતો નથીઃ પાલ આંબલિયા
કોંગ્રેસ કિસાન ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 2023 માં જ વરસાદ થયો. એ કમોસમી વરસાદ થયો. સરકાર દ્વારા ત્રણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ એક રૂપિયો પણ આપ્યો નથી. ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો. સરકારે ચાર પ્રેસ કોન્ફરન્સો કરી દરેક વખતે એમ કહ્યું કે પેકેજ પાઈન લાઈનમાં છે. એક વર્ષ થઈ ગયું પાઈપ લાઈનનો છેડો જ આવતો નથી. માર્ચ 2023 નું પેન્ડીંગ, એક્ટોમ્બર 2024 નું પેન્ડીંગ, અને અત્યારે જે એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે. એમાં ક્યાંય સર્વે આજ દિન સુધી કર્યો નથી.
આ પણ વાંચોઃ VADODARA : SOG એ 6 માસમાં NDPS ના 15 ગુના નોંધ્યા, રૂ. 1.54 કરોડનો મુદ્દામાલ જપ્ત
સેટેલાઈટ ઈમેજથી જ જુઓ કે ખેડૂતોને કેટલું નુકસાન છેઃ પાલ આંબલિયા
તે જે બગડેલો પાક છે. દાખલા તરીકે કેડ છે. તો એ પડી ગઈ છે તો પડી ગયેલ કેડને થોડા કંઈ ખેડૂતો રાહ જોઈને રહેવા દેશે.એ ઉપાડી જ લેશે ત્રીજા કે ચોથા દિવસે. એટલે એક એક મહિના સુધી સર્વે ન કરવો. હું સરકારને યાદ કરાવવા માંગુ છું કે, ચણા, રાયડો અને તુવેરનું જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન સેટેલાઈટ સિસ્ટમના આધારે રદ્દ કર્યું. તમે જે ઈમેજથી જોયું કે ખેતરમાં ચણા નથી. રજિસ્ટ્રેશન રદ્દ એજ ઈમેજથી જુઓ કે ખેડૂતોને કેટલું નુકસાની છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ મામલે જાણો અંબાલાલ પટેલની આગાહી