ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

થોડા કલાકમાં જ કેજરીવાલને લાગ્યો મોટો ઝટકો..

Rouse Avenue Court :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ઝટકો લાગ્યો છે. ઇડીના મની લોન્ડગિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે....
03:04 PM Jul 12, 2024 IST | Vipul Pandya
Rouse Avenue Court :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ઝટકો લાગ્યો છે. ઇડીના મની લોન્ડગિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે....
CM Arvind Kejriwal

Rouse Avenue Court :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી મોટો ઝટકો લાગ્યો છે. ઇડીના મની લોન્ડગિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આગામી સુનાવણી 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે.

મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા

કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જોકે, સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસને કારણે તે હજુ પણ જેલમાં રહેશે. સીબીઆઈએ 26 જૂને કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. હવે CBI કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂઆત કરી હતી

અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધા પછી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. કોર્ટે તમામ આરોપીઓ માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું. પાર્ટી વતી રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા હાજર રહેશે. કોર્ટે કેજરીવાલના વકીલોને ચાર્જશીટની નકલો અને ચાર્જશીટ સંબંધિત દસ્તાવેજો આપવાનો નિર્દેશ આપ્યો હતો.

સંજય સિંહે શું કહ્યું

અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા બાદ AAP નેતા સંજય સિંહે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 'ખોટા કેસ દાખલ કરીને તમે સત્યને ક્યાં સુધી કેદ રાખશો, આખો દેશ તમારી તાનાશાહી જોઈ રહ્યો છે. ઇડી કોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ, દરેક જણ સહમત છે. ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય સત્યની જીત છે. સરમુખત્યારશાહી મુર્દાબાદ

આ પણ વાંચો----- કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમનો ચૂકાદો…

Tags :
AAPCBICBI CaseCM Arvind Kejriwaldelhi liquor caseedGujarat Firstjudicial custodyMoney Laundering CaseNationalRouse Avenue Court
Next Article