Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!
- વાયરલ ગર્લ મોનાલિસા: સુંદરતાથી સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ
- મોનાલિસાની સુંદર આંખોનો જાદુ ચાલ્યો, મળી ફિલ્મની ઓફર!
- મહાકુંભ 2025ની વાયરલ ગર્લ: મોનાલિસાના જીવનમાં આવશે મોટું પરિવર્તન
- ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાની પસંદગી બનશે મહાકુંભની મોનાલિસા?
- મોનાલિસાની સુંદરતાના વખાણ થઈ રહ્યા છે
Viral girl Monalisa : પ્રયાગરાજમાં યોજાનારા Mahakumbh 2025 ની વાયરલ ગર્લ મોનાલિસાએ સોશિયલ મીડિયામાં પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે. દરેક તેની સાદગી અને સુંદરતાના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેની સુંદર આંખો અને હૃદયને મોહી લે તેવું સ્મિત લાખો લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહાકુંભમાં માળા વેચતી મોનાલિસાનો કોઇ શખ્સે ફોટો અને વીડિયો શેર કર્યો હતો, જે એટલો વાયરલ થઈ ગયો કે તે આજે ન માત્ર ભારતમાં પરદેશમાં પણ પ્રખ્યાત થઇ ગઇ છે.
ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાની નજરમાં આવી
મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા માટે આવેલી સુંદર અને મનમોહક આંખોવાળી મોનાલિસાને કદાચ ભગવાન શિવના જાણે આશિર્વાદ મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. જ્યા જુઓ ત્યા તેની જ ચર્ચાઓ થઇ રહી છે. મહાકુંભમાં જે પણ લોકો આવે છે અને જે આવી રહ્યા છે, તેઓ તેને એક વખત જોવા માંગી રહ્યા છે. આ વાયરલ ગર્લ મોનાલિસાની સુંદરતાથી પ્રભાવિત થઈને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રાએ તેને એક ફિલ્મની ઓફર કરી છે.
અહેવાલ અનુસાર, મોનાલિસાને "ડાયરી ઓફ મણિપુર" નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી શકે છે. માળા વેચતી આ છોકરીને અભિનેત્રી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે, બીજી તરફ મોનાલિસાને અભિનયનો કોઈ અનુભવ નથી, તેમ છતાં તેને સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. આ ઘટનાએ મોનાલિસાના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું તે કહેવું ખોટું નહીં હોય.
ભીડથી પરેશાન થઈ મોનાલિસા
મોનાલિસા હવે સોશિયલ મીડિયા પર એટલી પ્રખ્યાત છે કે મહાકુંભમાં લોકો તેને ઘેરી રહ્યા છે. લોકો તેની સાથે ફોટા અને વીડિયો લેવા માટે ઉત્તેજીત જોવા મળી રહ્યા છે. મોનાલિસાએ પોતાને ભીડથી બચાવવા ચાદર અને શાલથી પોતાને ઢાંકી રાખવાનું શરૂ કર્યું છે. મોનાલિસાના અનેક વીડિયો વાયરલ થયા છે, જ્યાં લોકો તેના સૌંદર્યના વખાણ કરી રહ્યા છે. અચાનક મળેલી આ પ્રસિદ્ધિને મોનાલિસાએ ભલે સ્વીકારી હોય, પરંતુ તે ભીડથી પરેશાન થઈ તે તેનો જોઇને સ્પષ્ટપણે સમજી શકાય છે.
આ પણ વાંચો : Mahakumbh માં આવેલી આ સુંદર સાધ્વીની ખુલી પોલ, Video