પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર ભાગદોડ, 15 મુસાફરો ઘાયલ, 8ની હાલત ગંભીર
- પશ્ચિમ બંગાળના bardwanrailwaystation પર ભાગદોડની ઘટના
- આ નાસભાગની ઘટનામાં 15થી વધુ ઘાયલ હોવાના અહેવાલ
- રેલવે તંત્રના જણાવ્યા અનુસાર ભાગદોડમાં ઘાયલોને થઇ છે સામાન્ય ઇજાઓ
પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન (bardwanrailwaystation) પર ભારે ભીડને કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાતાં લગભગ 15 મુસાફરો ઘાયલ થયા હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. આ ભાગદોડમાં સાતથી આઠ લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
bardwanrailwaystation : પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર ભાગદોડ
નોંધનીય છે કે આ ઘટના બર્ધમાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 અને 4 પર બની હતી. મુસાફરોના ભારે ધસારાને કારણે મચેલી ભાગદોડમાં સાતથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં ચાર મહિલાઓ અને ચાર પુરુષોનો સમાવેશ થાય છે. ભીડમાં કચડાઈ જવાથી અનેક લોકોને ઈજા થઈ હતી. GRP (સરકારી રેલવે પોલીસ) અને RPF (રેલવે સુરક્ષા દળ)ના જવાનોએ ઘાયલોને બચાવીને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની ગંભીર સ્થિતિને કારણે તેમને વધુ સારવાર માટે બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પ્રાથમિક અહેવાલો મુજબ, અકસ્માત થવાનું મુખ્ય કારણ પ્લેટફોર્મ પર ભારે ભીડ અને પુલ પર અવ્યવસ્થા હતું. સ્ટેશનના પ્લેટફોર્મ સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો પુલ પર ભારે ટ્રાફિક જામ થઇ ગયો છે.
bardwanrailwaystation : આ ઘટના મામલે રેલવે આપ્યું નિવેદન
એક જ સમયે પ્લેટફોર્મ પર અનેક ટ્રેનોનું આગમન થતાં સ્થિતિ વણસી હતી. રિપોર્ટ્સ અનુસાર, પ્લેટફોર્મ નંબર 5 પર હલ્દીબારી જતી એક ટ્રેન ઊભી હતી, ત્યારે જ લાઇન નંબર 4 પર એક મેઇલ ટ્રેન અને લાઇન નંબર 6 પર રામપુરહાટ જતી બીજી ટ્રેન આવી. એકસાથે ત્રણ કે ચાર ટ્રેનોના આગમનને કારણે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ, જેના પરિણામે ઘણા લોકો કચડાઈ ગયા અને ઘાયલ થયા.આ ઘટના અંગે રેલ્વે વહીવટીતંત્રે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોઈ મોટી ઘટના બની નથી. તેમના કહેવા પ્રમાણે, મુસાફરોને નાની ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર આપીને બર્ધમાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ આ કારણથી રાજ્યસભાની ચૂંટણી નહીં લડે!