રાષ્ટ્રપતિ પુતિનની હાજરીમાં રશિયાએ પરમાણુ શસ્ત્રોની કવાયત હાથ ધરી , દુનિયાની નજર રશિયા પર!
- Russia Nuclear Drill: રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરી
- પુતિને ICBM કવાયતનું કર્યું નિરીક્ષણ
- રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ દળોનું નિરીક્ષણ કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ચાલુ છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે, તેવા સંજોગો વચ્ચે રશિયાએ મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે દેશના જમીન, સમુદ્ર અને હવા આધારિત પરમાણુ દળોનું (Nuclear Forces Tests) નિરીક્ષણ કર્યું હતું. તમામ પરીક્ષણોની કવાયત સફળતા પૂર્વક કરવામાં આવી છે.
Russia Nuclear Drill: રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરી
રશિયન મીડિયા અને ક્રેમલિનના નિવેદન અનુસાર આ કવાયત રશિયન લશ્કરની તૈયારી અને કમાન્ડ માળખાનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવી હતી. ક્રેમલિને જણાવ્યું હતું કે આ પરિક્ષણ થકી લશ્કરી કમાન્ડની તૈયારી, ગૌણ એકમોના નિયંત્રણ અને ઓપરેશનલ કર્મચારીઓની વ્યવહારુ કુશળતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. નિવેદનમાં વધુમાં જણાવામાં આવ્યું કે કવાયતો સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. પરીક્ષણોમાં અવકાશ મથકથી જમીન-આધારિત "યાર્સ" ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પ્રક્ષેપણ, બેરેન્ટ્સ સમુદ્રમાં પરમાણુ સબમરીનથી "સિનેવા" બેલિસ્ટિક મિસાઇલનું પ્રક્ષેપણ અને વ્યૂહાત્મક બોમ્બરથી પરમાણુ-સક્ષમ ક્રુઝ મિસાઇલોનું પ્રક્ષેપણ સામેલ છે.
VIDEO | Bryansk, Russia: Sineva ballistic missile was launched by the nuclear strategic missile cruiser submarine Bryansk as part of Strategic Nuclear Forces training.
(Source: Russian Defence Ministry)#Russia
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/YExOQFZbYq
— Press Trust of India (@PTI_News) October 22, 2025
Russia Nuclear Drill: રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા દુનિયામાં ખળભળાટ
યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી દેશો સાથે વધતા તણાવ વચ્ચે, રશિયા નિયમિતપણે આ પ્રકારની પરમાણુ ક્ષમતાઓનો ઉપયોગ તેની અસરકારકતા ચકાસવા અને વિરોધીઓને યાદ અપાવવા માટે કરે છે કે તેની પાસે વિશ્વનો સૌથી મોટો પરમાણુ શસ્ત્રાગાર છે.મહત્વનું છે કે રશિયાની આ પરીક્ષણ પહેલા જ નાટો (NATO) એ પણ આ મહિનાની શરૂઆતમાં તેની વાર્ષિક પરમાણુ કવાયત શરૂ કરી દીધી હતી. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા આયોજિત આ કવાયતમાં 13 દેશોના 60 વિમાનો, જેમાં F-35A ફાઇટર જેટ અને B-52 બોમ્બરનો સમાવેશ થાય છે, ભાગ લઈ રહ્યા હતા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોસ્કો અને કિવ વચ્ચેના યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને પુતિનની શરતો સ્વીકારવાની ચેતવણી પણ આપી હતી. વોશિંગ્ટનના સમર્થન અંગેની અનિશ્ચિતતા વચ્ચે, યુરોપિયન "ગઠબંધન" ઝેલેન્સકી અને યુક્રેનને સમર્થન આપી રહ્યું છે.ઝેલેન્સકીએ બુધવારે જણાવ્યું હતું કે ટ્રમ્પનો ફ્રન્ટલાઈન તૈનાતી બંધ કરવાનો અને પછી યુદ્ધના અંતની ચર્ચા કરવાનો સૂચન "વાજબી સમાધાન" છે, જે આ સંઘર્ષના રાજદ્વારી ઉકેલ માટે નવી આશા જન્માવે છે.
આ પણ વાંચો: સાઉદી અરેબિયાનો ઐતિહાસિક નિર્ણય, 'કફાલા' પ્રથા કરી નાબૂદ,25 લાખ ભારતીયોને મોટી રાહત!


