RUSSIA-UKRAINE WAR : યુક્રેનનો પલટવાર, ઘાતક ડ્રોન સ્ટ્રાઇકથી રશિયામાં તારાજી
- રશિયા પર ડ્રોન સ્ટ્રાઇક થકી મોટો હુમલો
- યુક્રેને પોતાનો હવાઇ પાવર બતાવ્યો
- રશિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતો પ્લાન્ટ નાકામ બન્યો
RUSSIA-UKRAINE WAR : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ (RUSSIA-UKRAINE WAR) છે. તાજેતરમાં યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા યુક્રેનના ઘણા શહેરો પર ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે યુક્રેને પણ રશિયાના હુમલાઓનો જવાબ આપ્યો છે. યુક્રેને રશિયા પર સૌથી મોટો ઘાતક ડ્રોન હુમલો (DRONE STRIKE ON RUSSIA) કર્યો છે. રશિયાના સ્ટેવ્રોપોલ ક્ષેત્રમાં યુક્રેનિયન ડ્રોન દ્વારા રેડિયો અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનોના પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનિયન ડ્રોન હુમલામાં રશિયાને ભારે નુકસાન થયું છે.
યુક્રેને મહત્વપૂર્ણ સ્થાનને નિશાન બનાવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા આ પ્લાન્ટમાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક યુદ્ધ ઉપકરણોનું ઉત્પાદન કરતું હતું. જેમાં રડાર, રેડિયો નેવિગેશન સાધનો અને રિમોટ કંટ્રોલ રેડિયો સાધનોનો સમાવેશ થાય છે. આ વર્ષના જૂન મહિનામાં યુક્રેને રશિયાના એરબેઝને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો હતો. ત્યારે યુક્રેનિયન મીડિયાએ દાવો કર્યો હતો કે આ દરમિયાન 40 થી વધુ રશિયન વિમાનોનો નાશ કરવામાં આવ્યો હતો.
શાંતિ સ્થાપવાના પ્રયાસોને ઠેસ પહોંચી
યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધ શાંત થાય તે માટે ઇસ્તાંબુલમાં શાંતિ વાર્તા ચાલી રહી છે. પરંતુ શાંતિ વાર્તા ધીમી ગતિએ ચાલતી હોવાથી, બંને દેશો વચ્ચે હુમલાની ઘટનાઓ સામે આવતી રહી છે. જે વૈશ્વિક સમુદાય માટે ચિંતાનો વિષય છે. હવે આ યુદ્ધને શાંત કરવામાં ક્યારે સફળતા મળે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો ---- Thailand-Cambodia Conflict : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે યુદ્ધવિરામ માટે સંમંત થવા બંને દેશોને વિનંતી કરી