Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Russia-Ukraine War વચ્ચે રાહતના સમાચાર, ઝેલેન્સ્કીએ આપ્યો મોટો સંકેત

સમગ્ર મામલાના જાણકારોનું કહેવું છે કે, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટોમાં, બંને પક્ષો કેદીઓની આપ-લે કરાર ફરી શરૂ કરવા સંમત થયા છે. તુર્કી-મધ્યસ્થી વાટાઘાટોનો હેતુ 1,200 યુક્રેનિયનોને મુક્ત કરવાનો છે. આ કરાર એ પ્રક્રિયાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે, જે તાજેતરના મહિનાઓમાં રશિયા દ્વારા ઘણા યુક્રેનિયન સૈનિકોને મુક્ત કરવાનો ઇનકાર કરવામાં આવતા અટકી ગઈ હતી
russia ukraine war વચ્ચે રાહતના સમાચાર  ઝેલેન્સ્કીએ આપ્યો મોટો સંકેત
Advertisement
  • રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સૌથી સારા સમાચાર સામે આવ્યા
  • યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ કેદીઓની મુક્તિ અંગે વાટાઘાટો જારી
  • ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયાની પોસ્ટમાં આવી જાણકારી

Russia-Ukraine War Update : યુક્રેન અને રશિયા વચ્ચે એક મોટો કરાર થવા જઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે (Russia-Ukraine War Update). યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રવિવારે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયા યુદ્ધ કેદીઓની આપ-લે પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છે, જેના કારણે આશરે 1,200 યુક્રેનિયન કેદીઓની મુક્તિ થઈ શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા વડા રુસ્તમ ઉમેરોવે શનિવારે વાટાઘાટોમાં પ્રગતિની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ નિવેદન આવ્યું છે.

ઝેલેન્સ્કીએ પોસ્ટ મુકી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War Update) કેદીઓની મુક્તિ અંગે, ઝેલેન્સ્કીએ (Volodymyr Zelenskyy Social Media Post) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કર્યું, "અમને વિશ્વાસ છે કે, યુદ્ધ કેદીઓની આપ-લે પ્રક્રિયા ફરી શરૂ થશે. આ સુનિશ્ચિત કરવા માટે હાલમાં અસંખ્ય બેઠકો, વાટાઘાટો અને ફોન પર વાતચીત ચાલી રહી છે." તેમણે ભાર મૂક્યો કે, આ પગલું યુક્રેનિયન સૈનિકો અને નાગરિકોની પરત ફરવા માટે મહત્વપૂર્ણ છે, જેઓ મહિનાઓથી રશિયન જેલોમાં કેદ છે.

Advertisement

તુર્કી અને UAE મધ્યસ્થી કરે છે

ઉમેરોવે શનિવારે કહ્યું હતું કે, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા મધ્યસ્થી કરાયેલી વાટાઘાટોમાં, બંને પક્ષો કેદીઓની આપ-લે કરાર ફરી શરૂ કરવા સંમત થયા છે. તુર્કી-મધ્યસ્થી વાટાઘાટોનો હેતુ 1,200 યુક્રેનિયનોને મુક્ત કરવાનો છે. આ કરાર એ પ્રક્રિયાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે, જે તાજેતરના મહિનાઓમાં રશિયા (Russia-Ukraine War Update) દ્વારા ઘણા યુક્રેનિયન સૈનિકોને મુક્ત કરવાનો ઇનકાર કરવામાં આવતા અટકી ગઈ હતી. રશિયાએ આ દાવા પર તાત્કાલિક ટિપ્પણી કરી ન હતી, પરંતુ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, મોસ્કો તમામ દરખાસ્તો પર વિચાર કરી રહ્યું છે.

Advertisement

યુદ્ધમાં 50,000 થી વધુ યુક્રેનિયન સૈનિકો મૃત્યુ પામ્યા

આ નવી અપડેટ યુક્રેન-રશિયા યુદ્ધના (Russia-Ukraine War Update) 1,361મા દિવસે સામે આવી છે, જ્યારે બંને પક્ષો વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમાએ છે. જૂન 2022 થી ચાલી રહેલા યુદ્ધમાં 50,000 થી વધુ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે, અને હજારોને કેદી બનાવવામાં આવ્યા છે. નિષ્ણાતો માને છે કે, કેદીઓની આપ-લે માનવતાવાદી ધોરણે શાંતિ વાટાઘાટો તરફ એક સકારાત્મક પગલું હોઈ શકે છે, જો કે ડોનબાસ ક્ષેત્ર પર સંપૂર્ણ નિયંત્રણ જેવી રશિયાની માંગણીઓ અવરોધ બની રહી છે.

રશિયાનો યુક્રેન પર ડ્રોન હુમલો

બીજી બાજુ રશિયન ડ્રોન હુમલાઓએ (Russia-Ukraine War Update) યુક્રેનના દક્ષિણ ઓડેસા ક્ષેત્રના ઊર્જા માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. રાજ્ય કટોકટી સેવાએ અહેવાલ આપ્યો છે કે, રવિવાર રાત સુધી ચાલુ રહેલા હુમલાઓમાં સૌર ઉર્જા પ્લાન્ટ સહિત અનેક સુવિધાઓને નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિક વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે, અને 17 ઘાયલ થયા છે. યુક્રેનિયન વાયુસેનાએ રવિવારે જણાવ્યું હતું કે, રશિયાએ શનિવાર અને રવિવાર વચ્ચે રાત્રે કુલ 176 ડ્રોન અને એક બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા હતા. યુક્રેનિયન વાયુ સંરક્ષણ દળોએ 139 ડ્રોનનો નાશ કર્યો, જ્યારે બાકીના ડ્રોન પ્રદેશમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેના દળોએ ઓડેસાથી શરૂ કરાયેલા 57 યુક્રેનિયન ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.

આ પણ વાંચો ------  દુનિયાને નવો ઝટકો આપવાની તૈયારીમાં અમેરિકા, Green Card ના નિયમોમાં બદલાવના સંકેત

Tags :
Advertisement

.

×