રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવવા ટ્રમ્પે બે શાંતિદૂતોને દોડાવ્યા
- વર્ષોથી ચાલતા યુદ્ધનો અંત નજીક આવી રહ્યો હોવાના અણસાર
- ડોનાલ્ડ ટ્રમ્પે બે ચુનિંદા અધિકારીઓને શાંતિદૂત બનાવી બંને દેશોમાં મોકલ્યા
- ડિલ ફાઇનલ થવાની શક્યતાઓ જણાતા ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની મુલાકાત કરશે
Donald Trump's Envoy To Start Peace Talk : રશિયા અને યુક્રેનના યુદ્ધનો અંત નજીક આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં અમેરિાકના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની યોજના હવે "ફૂલપ્રુફ" થવા જઇ રહી છે. તેમણે તેમના રાજદૂત સ્ટીવ વિટકોફને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત માટે મોકલ્યા છે, જ્યારે આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોલ યુક્રેનિયન અધિકારીઓ સાથે વાત કરશે (Donald Trump's Envoy To Start Peace Talk). ટ્રમ્પે કહ્યું કે, તેઓ પોતે પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી શકે છે, પરંતુ વાટાઘાટો આગળ વધ્યા પછી જ.
"હું મુલાકાત કરવા માટે આતુર છું"
ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "મને બધી પ્રગતિ વિશે માહિતી આપવામાં આવશે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ અને વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સનો સમાવેશ થાય છે (Donald Trump's Envoy To Start Peace Talk). હું રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે ટૂંક સમયમાં મુલાકાત કરવા માટે આતુર છું, પરંતુ જ્યારે યુદ્ધને સમાપ્ત કરવા માટેની ડિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવે, અથવા તેના અંતિમ તબક્કામાં હોય ત્યારે જ." સોમવાર અને મંગળવારે મોડી રાત્રે યુએઈના અબુ ધાબીમાં રશિયન અધિકારીઓ સાથે ઉભરતા પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.
વાટાઘાટો દરમિયાન પણ હુમલા થયા
લશ્કર સચિવ ડ્રિસ્કોલના પ્રવક્તા, લેફ્ટનન્ટ કર્નલ જેફ ટોલબર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે, અને અમે આશાવાદી છીએ (Donald Trump's Envoy To Start Peace Talk)." જ્યારે આ વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલાઓનો દોર શરૂ કર્યો હતો. આ હુમલાઓમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. દરમિયાન, યુક્રેનના દક્ષિણ રશિયન પ્રદેશ પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને અનેક ઘરોને નુકસાન થયું હતું. યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની યોજના ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવી હતી. આ યોજના રશિયાના પક્ષમાં હતી, જેના કારણે ઝેલેન્સકીએ ઝડપથી યુએસનો સંપર્ક કર્યો હતો.
'શાંતિના પ્રયાસો વેગ પકડી રહ્યા છે'
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે કહ્યું હતું કે, શાંતિના પ્રયાસો ઝડપી બની રહ્યા છે અને "સ્પષ્ટપણે એક નિર્ણાયક તબક્કે છે." રવિવારે જીનીવામાં યુએસ અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની બેઠક બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. ફ્રાન્સ અને બ્રિટનની આગેવાની હેઠળ અને રશિયા સાથે કોઈપણ યુદ્ધવિરામનું નિરીક્ષણ કરતા દેશોને સામેલ કરતી વિડિઓ કોન્ફરન્સ બેઠકમાં, મેક્રોને કહ્યું, "વાટાઘાટો નવી ગતિ મેળવી રહી છે. અને આપણે આ ગતિનો લાભ લેવો જોઈએ." દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું, "મને લાગે છે કે આપણે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ."
આ પણ વાંચો -------- iPhone ની કિંમતે રોબોટ ઘરે લાવો, પહેલા જ કલાકમાં 100 નંગ રોબોટ વેચાઈ ગયા