ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રશિયા-યુએસથી લઇને ભારત-પાકિસ્તાન સુધી પરમાણુ હથિયાર મામલે કોણ છે કેટલું શક્તિશાળી? જાણો

SIPRI યરબુક ૨૦૨૫ મુજબ, વિશ્વના 9 દેશો પાસે કુલ 12,241 પરમાણુ શસ્ત્રો છે, જેમાં ભારત, પાકિસ્તાન, રશિયા અને યુએસનો સમાવેશ થાય છે. આ દેશો હથિયારોનું આધુનિકીકરણ કરી રહ્યા છે. વધુમાં, 2,100 શસ્ત્રો 'હાઇ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે, જે વૈશ્વિક શાંતિ માટે ગંભીર જોખમ છે.હાલમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા, રથિયા સહિતના દેશો પરમાણુ હથિયારના પરિક્ષણ કરી રહ્યા છે તે વિશ્વ માટે જોખમકારક છે.
04:00 PM Nov 03, 2025 IST | Mustak Malek
SIPRI યરબુક ૨૦૨૫ મુજબ, વિશ્વના 9 દેશો પાસે કુલ 12,241 પરમાણુ શસ્ત્રો છે, જેમાં ભારત, પાકિસ્તાન, રશિયા અને યુએસનો સમાવેશ થાય છે. આ દેશો હથિયારોનું આધુનિકીકરણ કરી રહ્યા છે. વધુમાં, 2,100 શસ્ત્રો 'હાઇ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે, જે વૈશ્વિક શાંતિ માટે ગંભીર જોખમ છે.હાલમાં પાકિસ્તાન, ઉત્તર કોરિયા, રથિયા સહિતના દેશો પરમાણુ હથિયારના પરિક્ષણ કરી રહ્યા છે તે વિશ્વ માટે જોખમકારક છે.
SIPRI

SIPRI Yearbook 2025: દુનિયામાં હવે પરમાણુ યુદ્વ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી, દરેક પરમાણુ સંપન્ન દેશ પરમાણુ હથિયારનું પરિક્ષણ કરી રહ્યા છે. જેના લીધે વિશ્વમાં પરમાણુ યુદ્વ ફાટી નીકળવાની દહેશત ફેલાઇ છે. થોડા સમય પહેલાં, ઈરાનના પરમાણુ શસ્ત્રોને લઈને વિશ્વભરમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ગંભીર ભય તોળાઈ રહ્યો હતો. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે થયેલા બોમ્બમારાના ગંભીર ઘટનાક્રમ વચ્ચે, અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે તેહરાનના તમામ પરમાણુ સ્થળોનો નાશ કરી દીધો છે. જોકે, ઈરાને અમેરિકાના આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. આ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે એક મોટો સવાલ ઊભો થાય છે: શું તમે જાણો છો કે વિવિધ દેશો પાસે હાલમાં કેટલા પરમાણુ શસ્ત્રો છે?

SIPRI યરબુક 2025માં પરમાણુ શસ્ત્રોની યાદી જાહેર કરી

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા બહાર પાડવામાં આવેલી 'યરબુક 2025' ચિંતાજનક આંકડાઓ દર્શાવે છે. આ રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2025 સુધીમાં, વિશ્વના નવ દેશો પાસે કુલ 12,241 પરમાણુ શસ્ત્રો છે. નોંધનીય છે કે આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષોથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ સુધી, એક તરફ પરમાણુ શસ્ત્રોના ઉપયોગને રોકવાના વૈશ્વિક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વિશ્વમાં આ શસ્ત્રોની સંખ્યા અને તેના આધુનિકીકરણની રેસ ખરેખર આશ્ચર્યજનક છે.

SIPRI  : વિશ્વના નવ દેશો પાસે કુલ 12,241 પરમાણુ શસ્ત્રો છે

SIPRI રિપોર્ટ મુજબ, પરમાણુ શસ્ત્રો ધરાવતા નવ દેશોની યાદીમાં યુએસ, રશિયા, યુકે, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આ આંકડાઓ જોઈએ તો, રશિયા પાસે સૌથી વધુ 5459 અને યુએસએ પાસે 5177 પરમાણુ શસ્ત્રો છે. ત્યારબાદ ચીન 600 , ફ્રાન્સ 290 યુકે 225 ભારત 180 પાકિસ્તાન 170 , ઇઝરાયલ 90 અને ઉત્તર કોરિયા 50 ક્રમશ સ્થાન ધરાવે છે.

SIPRI ની યરબુક 2025નો દાવો કરે છે કે આ બધા દેશો ન્યુક્લિયર મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ્સ 2024 હેઠળ તેમના પરમાણુ શસ્ત્રોનું આધુનિકીકરણ પણ કરી રહ્યા છે. કુલ 12,241 પરમાણુ શસ્ત્રોમાંથી, 3912 શસ્ત્રો મિસાઇલો અને વિમાનો પર તૈનાત છે. આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે તેમાંથી 2,100  શસ્ત્રો બેલિસ્ટિક મિસાઇલો પર 'હાઇ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે, એટલે કે તેઓ ટૂંકા સમયમાં હુમલો કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો:  India US Trade : અમેરિકાના નિર્ણયથી ભારતીય ઉદ્યોગો મુશ્કેલીમાં! નિકાસમાં 37.5% નો મોટો ઘટાડો નોંધાયો

Tags :
Gujarat FirstIndia Nuclear PowerIran Israel ConflictNuclear ModernizationNuclear WeaponsPakistan Nuclear PowerRussia US Nuclear WarheadsSIPRI 2025World War 3 Threat
Next Article