ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : ગઢડાના એસ.પી.સ્વામીએ સર્જ્યો અકસ્માત

અમદાવાદ (Ahmedabad )ના થલતેજ ચાર રસ્તા પાસે બુધવારે સવારે ગઢડાના સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના સ્વામી એસ.પી.સ્વામી ( sp swami)એ અકસ્માત સર્જતા ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ (Ahmedabad)ની એસજી 1 ટ્રાફિક પોલીસેઆ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. થલતેજ ચાર રસ્તા...
01:02 PM Jan 03, 2024 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad )ના થલતેજ ચાર રસ્તા પાસે બુધવારે સવારે ગઢડાના સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના સ્વામી એસ.પી.સ્વામી ( sp swami)એ અકસ્માત સર્જતા ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ (Ahmedabad)ની એસજી 1 ટ્રાફિક પોલીસેઆ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. થલતેજ ચાર રસ્તા...
SP_SWAMI_ACCIDENT

અમદાવાદ (Ahmedabad )ના થલતેજ ચાર રસ્તા પાસે બુધવારે સવારે ગઢડાના સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના સ્વામી એસ.પી.સ્વામી ( sp swami)એ અકસ્માત સર્જતા ચકચાર મચી ગઇ હતી. અમદાવાદ (Ahmedabad)ની એસજી 1 ટ્રાફિક પોલીસેઆ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

થલતેજ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ (Ahmedabad)ના થલતેજ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્યાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસી ગઇ હતી. તપાસમાં બહાર આવ્યું કે આ કાર સ્વામિનારાયણ (swaminarayan) સંપ્રદાયના એસ.પી.સ્વામી ચલાવી રહ્યા હતા. તેમની કાર થલતેજ ટ્રાફિક બુથમાં ઘુસી ગઇ હતી.

એસ.પી.સ્વામીથી કાર કન્ટ્રોલમાં ના રહી

એસ.પી.સ્વામીથી કાર કન્ટ્રોલમાં ન રહેતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવ મળે છે. હાલ તો પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે. જો કે સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. ટ્રાફિક પોલીસે એસ.પી.સ્વામી સામે ગુનો નોંધી તપાસ આદરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. આ ઘટના કઇ રીતે બની તે જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બુધવારે સવારે આ અકસ્માત સર્જાતા લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી.

 

ટ્રાફિક પોલીસનું બુથ પણ તૂટી ગયું

અકસ્માતના પગલે ટ્રાફિક પોલીસનું બુથ પણ તૂટી ગયું હતું. મળેલી માહિતી મુજબ એસ.પી.સ્વામી સવારે એસજી હાઇવે પરથી કાર લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે થલતેજ પાસે અચાનક જ તેમની કાર ટ્રાફિક બુથ સાથે અથડાઇ હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. તેમની કાર સ્પીડમાં હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો---GANDHINAGAR NEWS : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી આવશે ગુજરાત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AccidentAhmedabadAhmedabad NewsAhmedabad Traffic Policegadhada swaminarayan templeGujaratsp swami
Next Article