ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : હિંમતનગરમાં AR પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ, રોકાણકારોને 85 લાખ રૂપિયાનો ચૂનો

Sabarkantha ના હિંમતનગરમાં AR પોન્ઝી સ્કીમ મામલે વધુ રોકાણકારો પોલીસ મથકે પહોંચીને 85 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો કરી છે.
09:44 PM Oct 05, 2025 IST | Mujahid Tunvar
Sabarkantha ના હિંમતનગરમાં AR પોન્ઝી સ્કીમ મામલે વધુ રોકાણકારો પોલીસ મથકે પહોંચીને 85 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો કરી છે.

હિંમતનગર : સાબરકાંઠાના હિંમતનગરમાં ( Sabarkantha ) AR પોન્ઝી સ્કીમ મામલે વધુ રોકાણકારો પોલીસ મથકે પહોંચીને 85 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો કરી છે. સંચાલક અજય મકવાણા પર 'દુબઈ અને થાઈલેન્ડમાં મીટિંગ'ના બહાના કરીને પૈસા પરત ન આપવાનો આરોપ છે, જેનાથી રોકાણકારોમાં ગુસ્સો ફાટી નિકળ્યો છે. હિંમતનગર 'A' ડિવિઝન પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે, અને સંચાલક ઉપરાંત શિક્ષક સહિત ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહીની મજબૂત માગણી કરાઈ છે. આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દીધી છે.

રોકાણકારોને ગોળ-ગોળ જવાબ આપવામાં આવ્યા

જ્યારે AR પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારા અનેક રોકાણકારોએ પૈસા પરત મેળવવા માટે સંપર્ક કર્યો. પરંતુ તેમને 'સંચાલક અજય મકવાણા દુબઈ અને થાઈલેન્ડ ઓફિસમાં મીટિંગમાં છે' જેવા ગોળ-ગોળ જવાબો મળ્યા હતા. કેટલાક રોકાણકારો કહી રહ્યાં છે કે, "અમે 50 લાખથી વધુ રોકાણ કર્યું પણ હવે 'બહાર હોવાના' બહાના કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ તો સ્પષ્ટ પોન્ઝી છે!" આ બાબતે હિંમતનગર 'A' ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કુલ 85 લાખથી વધુની રોકાણ રકમની વાત છે, જેમાં મોટા ભાગના સ્થાનિક વેપારીઓ, શિક્ષકો અને નાના રોકાણકારો સામેલ છે.

આ પણ વાંચો- Chhota Udepur : ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો નવો કીમિયો, મોપેડનો કર્યો ઉપયોગ

ઉંચા વળતરની લાલચ આપીને કરાવ્યું રોકાણ

ફરિયાદમાં જણાવાયું છે કે, AR સ્કીમ 'ઉચ્ચ વ્યાજ'ના લાલચ આપીને લોકોને ભરતી કરતી હતી, પણ હવે પૈસા પરત કરવાના નામે વિલંબ કરીને ભાગવાની તૈયારી કરી રહ્યા છે. અજય મકવાણા જેઓ સ્કીમના મુખ્ય સંચાલક છે, તેમની સાથે શિક્ષક અને અન્ય બે વ્યક્તિઓ પણ આરોપમાં છે, જેઓ રોકાણકારોને મોટા વળતરની લાલચ આપતા હતા. "આ ત્રણેય સામે તાત્કાલિક FIR નોંધાવા અને તપાસ કરવાની માગ કરવામાં આવી રહી છે. 10થી વધુ રોકાણકારો પોલીસ મથકે પહોંચ્યા અને તેમની રોકાણ કરવા અંગેની તમામ માહિતી પોલીસ અધિકારીઓએ સંભળાવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા આશ્વાસન આપ્યું કે તપાસ ઝડપથી કરવામાં આવશે.

Sabarkantha સહિતના વધુ રોકાણકારો સામે આવવાની શક્યતા

આ વિવાદથી હિંમતનગર અને સાબરકાંઠાના રહેવાસીઓમાં અસ્વસ્થા ફેલાઈ છે. રોકાણકારોને ખ્યાલ આવી ગયો છે કે તેમના સાથે છેતરપિંડી થઈ છે. તેથી આ સ્કીમમાં પૈસા રોકાણ કરનારાઓ ધીમે-ધીમે સામે આવી રહ્યા છે. આ સ્કીમમાં રોકણ કરનારાઓ પહેલા પણ કેટલાક રોકાણકારો સામે આવ્યા હતા. તેવામાં એક વખત ફરીથી કેટલાક રોકાણકારોએ 50 લાખ રૂપિયાથી વધારેની તેમના સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

85 લાખ રૂપિયાનો લગાવ્યો ચૂનો

આમ અત્યાર સુધીમાં AR પોન્ઝી સ્કીમ હેઠળ 85 લાખ રૂપિયાથી વધારે છેતરપિંડી કરી લેવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. આગામી સમયમાં અન્ય રોકાણકારો પણ સામે આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજી તરફ મળી રહેલી માહિતી અનુસાર, આ અંગે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધારે માહિતી મેળવીને આગામી સમયમાં એફઆઈઆર નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચો- Porbandar: રાતિયા ગામે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, 8 ઘાયલ

Tags :
#ARSchemeFraud#DubaiThailandMissing#GujaratInvestmentScam#HimmatnagarPonzi#PoliceSergeant#SabarkanthaComplaintSabarkanthanews
Next Article