Sabarkantha : હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ-ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક ગરમા-ગરમી, ચીફ ઓફિસરે 4 લોકોની કરી બદલી
Sabarkantha : હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામોને લઈ સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી જતા સભાખંડમાં ગરમાવો જોવા મળ્યો હતો. તો શહેરમાં વધતા ગેરકાયદે દબાણોને લઈ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
Advertisement
Sabarkantha : વિકાસ કાર્યોની મંજૂરી, કામગીરીની પ્રક્રિયા અને અમલીકરણ અંગે સ્પષ્ટતા માંગતા વિપક્ષના નેતાએ ચીફ ઓફિસર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ચર્ચા દરમિયાન ચીફ ઓફિસર અને વિપક્ષના નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ સર્જાઈ હતી. સામાન્ય સભામાં વિકાસ કામોની પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે વિપક્ષે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો

