ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha News : તંત્ર દ્વારા ખનીજ ચોરીની સીઝ કરેલી ટ્રક ઉઠાંતરીની ફરિયાદ સાત મહિના બાદ એસપીના આદેશ કર્યા બાદ લેવાઈ

સામાન્ય પણે કોઈપણ ગુનેગાર ગુનાહિત કૃત્ય કરતા મુદ્દામાલ સાથે ઝડપાઈ જાય ત્યારે કેટલીક કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થયા બાદ મુદ્દામાલની રિકવરી થતી હોય છે તેમાં પણ મુદ્દા માલની રિકવરી લેતા લેતા કાયદાકીય પ્રોસેસમાં અરજદાર ને આંખે પાણી આવી જતા હોય છે....
11:37 PM Jul 07, 2023 IST | Dhruv Parmar
સામાન્ય પણે કોઈપણ ગુનેગાર ગુનાહિત કૃત્ય કરતા મુદ્દામાલ સાથે ઝડપાઈ જાય ત્યારે કેટલીક કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થયા બાદ મુદ્દામાલની રિકવરી થતી હોય છે તેમાં પણ મુદ્દા માલની રિકવરી લેતા લેતા કાયદાકીય પ્રોસેસમાં અરજદાર ને આંખે પાણી આવી જતા હોય છે....

સામાન્ય પણે કોઈપણ ગુનેગાર ગુનાહિત કૃત્ય કરતા મુદ્દામાલ સાથે ઝડપાઈ જાય ત્યારે કેટલીક કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થયા બાદ મુદ્દામાલની રિકવરી થતી હોય છે તેમાં પણ મુદ્દા માલની રિકવરી લેતા લેતા કાયદાકીય પ્રોસેસમાં અરજદાર ને આંખે પાણી આવી જતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા ઝડપી પાડેલી ખનીજ ચોરીની ટ્રકને મુદ્દામાલ સહિત ઉઠાનતરી થઈ હોવાની અચરજ પમારતી ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પણ શંકામાં દાયરામાં આવી ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સાબરકાંઠા ખાણખનીજ વિભાગ દ્વારા સાત મહિના અગાઉ બિનઅધિકૃત ખનીજ ભરીને જતી ટ્રકને ભુસ્તર શાસ્ત્રીએ સીઝ કરી તેને હિંમતનગર તાલુકાના નવાનગર સ્ટોક યાર્ડમાં મુકાવી હતી ત્યારે ટ્રકના ચાલકે સામાન કાઢવો છે તેમ કહી સ્ટોક યાર્ડના કર્મચારીને વિશ્વાસમાં લઈ અંદાજે 31.940 મેટ્રીક ભરેલી ટૂક લઈને જતા રહેતા ટ્રક ચાલકે ખાણખનીજ વિભાગ સાથે રૂ. 30 લાખની ટૂક લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ગુરૂવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ખાણખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝ જયમીન સુરેશભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 27-12-2022ના રોજ તેમને આકસ્મિક વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નં.જીજે.13 એડબલ્યુ. 9493 માં ભરેલ ખનીજનુ વજન અંદાજે 31.940 મેટ્રીક ટન મળી આવ્યુ હતુ. ત્યારબાદ આ ટુકને સીઝ કરી નવાનગર ખાતે આવેલ સ્ટોક યાર્ડમાં મુકાવી દીધો હતો. તો બીજી તરફ તેજ દિવસે ટ્રકના ડ્રાઈવર મુકેશભાઈ સાંગવીભાઈ બુખડીયા (રહે.ચોરીથાંભા, તા.વિરામગામ)એ આવી સ્ટોક યાર્ડમાં કામ કરતાં ભરતસિંહને વિશ્વાસમાં લઈ ટૂકમાંથી સામાન કાઢવો છે તેમ કહી ચાવી લઈ સીઝ કરાયેલ ટ્રકનું ખનીજ તથા દંડનીય રકમ પેટે અંદાજે રૂ.2.70 લાખ નહીં ભરી લઈ ટ્રકનો ડ્રાઈવર કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ સાથે ભાગી ગયો હતો. ત્યારબાદ જયમીનભાઈ પટેલે સાત મહિના બાદ ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુરૂવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

સાત મહિના બાદ નોંધાયેલી ફરિયાદ અંગે ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝરે શું કહે છે ?

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના વિભાગમાં ફરજ બજાવતા માઇન સુપરવાઇઝર એ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે , આકસ્મિક વાહન ચેકીંગ દરમ્યાન ટ્રક નં.જીજે.13એડબલ્યુ.9493માં ભરેલ ખનીજનુ વજન અંદાજે 31.940 મેટ્રીક ટન મળી આવ્યુ હતુ. અને આ ટુકને સીઝ કરી નવાનગર ખાતે આવેલ સ્ટોક યાર્ડમાં મુકાવી દીધો હતો. તો બીજી તરફ તેજ દિવસે ટ્રકના ડ્રાઈવર કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ સાથે ભાગી ગયો હતો. આ બનાવ અંગે છેલ્લા સાત મહિનાથી વારંવાર પોલીસ મથકે ફરિયાદ માટે જતા પોલીસ ફરિયાદ નોંધવા માટે તૈયાર થતી ન હતી ત્યારે છેવટે મુખ્ય ભુસ્તર શાસ્ત્રી અધિકારીએ જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરતા આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે

સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો "દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય"

અત્રે ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા સીજ કરાયેલી ખનીજ ચોરીની ટ્રકની તે જ દિવસે જ ઉઠાંતરી થઈ જતા છેલ્લા સાત મહિનાથી પોલીસ ફરિયાદ લેવા માટે કેમ ? આનાકાની કરી રહી હતી ... ! એ પણ એક તપાસનો વિષય બની ગયો છે સમગ્ર મામલે સાત મહિના બાદ એવું તો શું બદલાઈ ગયું કે એસપીને રજૂઆત કર્યા બાદ પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરવી પડી ? ખાણ ખનીજ વિભાગ દ્વારા સીજ કરાયેલી ટ્રકની ઉઠાંતરી પ્રકરણમાં " દાળમાં કંઈક કાળું છે કે પછી આખે આખી દાળ કાળી " તે બાબતે નગરજનોમાં અનેક પ્રકારના તર્કવિતર્ક વહેતા થયા હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો " દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય " તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી એવું લોકમુખે જોર શોરથી ચર્ચાઈ રહ્યું છે

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : Sabarkantha Bank Election : બે ઉમેદવારી પત્રો રદ થવા મામલે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ

Tags :
complaintGujaratSabarkanthaSabarkantha NewsSabarkantha Policetrucks
Next Article