Sabarkantha : બાળકને ખરીદી, ભીખ મંગાવવાનાં કૌભાંડનો પર્દાફાશ, 3 ઝડપાયા, 3 ફરાર
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનાં શ્યામનગર ચાર રસ્તા પાસે એક પરિવારે કોઈ કારણસર પોતાનાં 11 માસનાં બાળકને અંદાજે રૂ.1.50 લાખમાં વેચી દેવાની પેરવી કરીને 6 જણાં સાથે સોદો કર્યો હતો, જેનો પદાર્ફાશ થતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાં (KhedBrahma Police Station) એક કોન્સ્ટેબલે શુક્રવારે 6 જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી 3 ની અટકાયત કરી છે અને અન્ય 3 ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદીપકુમાર જીતાભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ, સાબરકાંઠાના (Sabarkantha) ખેડબ્રહ્મા તાલુકાનાં ખેડવા ગામે રહેતા કાશ્મીર બધાભાઈ ગમાર અને મામેર ગામનાં જયંતીભાઈ લુકાભાઈ ગમારે અગમ્ય કારણોસર કાશ્મીર ગમારનાં 11 માસનાં પુત્ર વિરાટને રૂ.1.50 લાખ નક્કી કરીને ખેડબ્રહ્મા તાલુકાનાં જાડી સિબંલ ગામનાં ભીખાભાઈ ઉર્ફે વિક્રમ આદિવાસીનો સંપર્ક કરી બાળકને વેચવા માટે પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકાનાં ચાટાવાડા, પોશીનાના મોવતપુરા અને મામેરના દલાલનો સંપર્ક કર્યો હતો.
આ દલાલો નાના બાળકને ભીખ માગવા માટે વેચાણમાં લઈને તેની પાસે પૈસા કમાવવાનાં આશયથી તસ્કરી કરાવવામાં આવતી હોવાની માહિતી કોન્સ્ટેબલ જયદીપકુમારને મળતાં ખેડબ્રહ્મા પોલીસને સાથે રાખી શુક્રવારે સાંજે શ્યામનગર ચાર રસ્તા પર વોચ ગોઠવીને 3 જણાંને ઝડપી લીધા હતા. ત્યારબાદ પકડાયેલા ત્રણેયની પૂછપરછ કરતાં બાળકને વેચી તસ્કરી કરાવવાના કૌભાંડનો પદાર્ફાશ થયો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા 6 જણાં વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં (KhedBrahma Police) ગુનો દાખલ કર્યો હતો.
આ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- કાશ્મીર બધાભાઈ ગમાર (રહે. ખેડવા, તા. ખેડબ્રહ્મા)
- જયંતીભાઈ લુકાભાઈ ગમાર (રહે. મામેર, તા. ખેડબ્રહ્મા)
- દલપતભાઈ ધુળાભાઈ રાવળ (રહે. ચાટાવાડા, તા. સિદ્ધપુર)
- મનોજભાઈ ગમાર (રહે. બોડિયાના તળાવ, તા. ખેડબ્રહ્મા)
- ભીખાભાઈ ઉર્ફે વિક્રમ આદિવાસી (રહે. જાડિસિંબલ, તા. ખેડબ્રહ્મા)
- દીપક રમેશભાઈ ગમાર (રહે. મોવતપુરા, તા. પોશીના)
પોલીસે કોની અટકાયત કરી
બાળક પાસે ભીખ મંગાવવા માટે તસ્કરી કરી રૂ.1.50 લાખમાં ખરીદીનાર જયંતી ગમાર, ભીખાભાઈ આદિવાસી અને મનોજ ગમારની ખેડબ્રહ્મા પોલીસ અટકાયત કરી પૂછપરછ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Rajkot : મવડી બ્રિજ પાસે મળ્યો મહિલાનો મૃતદેહ, મોત પાછળ ચોંકાવનારું પ્રથમિક તારણ!
આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં પુત્રના પાપે પિતાને જેલના સળિયા ગણવા પડ્યા, બિયરના ટીન સાથે ધરપકડ
આ પણ વાંચો - Gondal : 'તારી વહુ મારી માતા સાથે ખોટી વાતો કરે છે' કહી શખ્સે કેરોસિન છાંટી કેબિન સળગાવી માર્યું