ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : ક્લાસીસ સંચાલકે કરી છેડતી તો વિદ્યાર્થીનીએ લાફો ઝીંકી દીધો, ટીચરની ધરપકડ

સાબરકાંઠાના હિંમતનગર શહેરના એક વિસ્તારમાંથી છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવી રહ્યા છે. કલાસીસ સંચાલકે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતા બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ...
09:21 AM Aug 02, 2023 IST | Dhruv Parmar
સાબરકાંઠાના હિંમતનગર શહેરના એક વિસ્તારમાંથી છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવી રહ્યા છે. કલાસીસ સંચાલકે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતા બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ...

સાબરકાંઠાના હિંમતનગર શહેરના એક વિસ્તારમાંથી છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવી રહ્યા છે. કલાસીસ સંચાલકે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતા બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ મારી દીધો હતો.

મહત્વનું છે કે, હિંમતનગરના પોશ વિસ્તાર ગતના મહાવીરનગરમાં ફાઈન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના કલાસીસ સંચાલક દ્વારા 11 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હતી જે બાદ વિદ્યાર્થીનીએ નરાધમને થપ્પડ મારી દીધો હતો તે બાદ છેડતી કરનાર નરાધમે તેને પૂરી દીધી હતી. જ્યારે માતા ક્લાસ પર પહોંતી હતી, ત્યારે દરવાજો બંધ હતો અને જ્યાં બાળકી અંદર રડતી હોવાનુ જણાતા વાલીની ચિંતા વધી ગઈ હતી. ઘટનાને પગલે બાળકીના વાલીએ રુમનો દરવાજો ખોલાવીને બાળકીને જોતા બાળકી ખૂબ જ રડવા લાગી હતી અને શિક્ષક ધીરજ લેઉઆએ ડ્રોઈંગ શિખવવાના બહાને કરેલ છેડ છાડ અંગે માતાને જાણ કરી હતી. જેને લઈ વાલી દ્વારા ઠપકો કરતા જ શિક્ષક લેઉઆએ હોબાળો મચાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તેમણે આરોપીની ધરપકડ કરી અને પોક્સો સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. છેડતી અને બળાત્કારના કિસ્સાઓઓમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો ક્યારે સુધારશે તે એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો : Rajkot : ખોડલધામના ચેરમેન Naresh Patel ની કંપની સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
CrimeGujaratHimmatnagarSabarkantha
Next Article