Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મતદાન પહેલા જ કેસરીયો લહેરાયો, જાણો ક્યાં ક્યાં BJP ની બિનહરીફ જીત?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ ભાજપે અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવી ઇતિહાસ રચ્યો છે. પેટલાદ, વલસાડ, વ્યારા અને મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં વિપક્ષી ઉમેદવારોના અભાવે ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. મતદાન પહેલા જ મળેલ આ મોટી સફળતાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મતદાન પહેલા જ કેસરીયો લહેરાયો  જાણો ક્યાં ક્યાં bjp ની બિનહરીફ જીત
Advertisement
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ BJP ની જીત!
  • વિવિધ જિલ્લા,તાલુકાની કેટલીક બેઠકો થઈ બિનહરીફ
  • ભાજપ સામે અન્ય પક્ષોએ ઉમેદવાર ના ઉતારતા જીત!

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) માટેનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે, પરંતુ મતદાનના દિવસ પહેલા જ ભાજપે (BJP) અનેક બેઠકો કબજે કરી લીધી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓની અનેક બેઠકો પર વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારો ઊભા ન રખાતા અથવા ફોર્મ પરત ખેંચાતા ભાજપના ઉમેદવારો બિનહરીફ (Unopposed) જાહેર થયા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપનો દબદબો

આણંદ જિલ્લાના પેટલાદ (Petlad) માં ભાજપનો જોરદાર દેખાવ જોવા મળ્યો છે. પેટલાદ તાલુકા પંચાયતની બોરીયા બેઠક અને નગરપાલિકાના વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. તેવી જ રીતે સોજીત્રાની પીપળાવ બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપે કાચ્છઇ અને છાપરા બેઠકો જીતીને પોતાનું ખાતું (Opening the Account) ખોલાવ્યું છે. કાચ્છઇ બેઠક પર હેતલબેન ચૌહાણ થયા બિનહરીફ વિજય થયા છે. ઉત્તર ગુજરાતના પાટણની ટુડવ બેઠક અને બનાસકાંઠાના વાવ-થરાદની ભોરલ બેઠક પર પણ રાજકીય ખેલ પાડીને ભાજપે વિજય પતાકા લહેરાવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બિનહરીફનો સિલસિલો

ગીર સોમનાથના ઉનાની સનખડા (Sankhada) બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણની રામપરા(Rampara) બેઠક પર પણ કેસરીયો લહેરાયો છે. રામપરા બેઠક પર કાનભા ચાવડા બિનહરીફ વિજય થયા છે. ધ્રાંગધ્રા નપાની ચૂંટણીમાં પણ ભાજપની પેનલ બિનહરીફ વિજય થયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાલુકાની પાંચ બેઠકો જેવી કે કોસંબા-1, ભદેલી, ભાગડાવડા અને દાંતીમાં ભાજપનો એકચક્રી શાસન જોવા મળ્યું છે. તાપીના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં તો ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જે સંગઠનની મજબૂતી (Organizational Strength) દર્શાવે છે.

Advertisement

કચ્છ અને પંચમહાલમાં પણ ભાજપની આગેકૂચ

કચ્છના નખત્રાણા (Nakhatrana) નગરપાલિકામાં વોર્ડ નંબર 4 અને 5માં એક-એક બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. પંચમહાલ જિલ્લામાં પણ મતદાન (Voting) પહેલા જ ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. કાલોલની ચલાલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ છે. આમ, સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે ચૂંટણી પહેલા જ માનસિક સરસાઈ (Psychological Lead) મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ પક્ષપલટાના બીજા જ દિવસે Raju Karpada ને ટિકિટ, આ બેઠક માટે ભર્યું ફોર્મ?

આ પણ વાંચોઃ Jamnagar ની આ બેઠક પર BJP નો મોટો દાવ, સોશિયલ મીડિયા સ્ટાર Haresh Zapda ને આપી ટિકિટ

Tags :
Advertisement

.

×