ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saif Ali Khan: સૈફને ગળા અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ, ચોરે ઘરના હેલ્પરને પણ ચાકુ માર્યું

ચોરે પહેલા સૈફના ઘરના સહાયક સાથે ઝપાઝપી કરી અને જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે તેણે અભિનેતા પર હુમલો કર્યો
03:00 PM Jan 16, 2025 IST | SANJAY
ચોરે પહેલા સૈફના ઘરના સહાયક સાથે ઝપાઝપી કરી અને જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે તેણે અભિનેતા પર હુમલો કર્યો
Saif Ali Khan @ Gujarat First

Saif Ali Khan:  બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરી, ગુરુવારે તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને ચોરીના પ્રયાસ દરમિયાન છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફને અનેક ઇજાઓ થઈ હતી, જેમાં ગરદન પર 10 સેમીનો ઘા અને કરોડરજ્જુ પાસે ઊંડા ઘા વાગ્યો છે. હાલમાં, તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખતરાથી બહાર છે. ચોરે પહેલા સૈફના ઘરના સહાયક સાથે ઝપાઝપી કરી અને જ્યારે સૈફે દરમિયાનગીરી કરી ત્યારે તેણે અભિનેતા પર હુમલો કર્યો હતો.

Doctor of lilavati Hospital

ઘરના સહાયક પર છરી વડે હુમલો

એક અહેવાલ મુજબ, ચોરે પહેલા સૈફના ઘરના હેલ્પરનો સામનો કર્યો અને તેને છરી મારી દીધી હતી. જ્યારે સૈફે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચોરે તરત જ અભિનેતા પર હુમલો કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન સૈફ ઘાયલ થયો હતો. ચોરે તેના પર તીક્ષ્ણ હથિયારથી અનેક વાર હુમલો કર્યો હતો.

હેલ્પરનું નિવેદન નોંધાયું

આ હુમલો સતગુરુ શરણ બિલ્ડિંગમાં થયો હતો, જ્યાં સૈફ તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન અને પુત્રો તૈમૂર અને જેહ સાથે રહે છે. પોલીસે સૈફના ઘરની હેલ્પરનું નિવેદન નોંધ્યું છે. ઝોન 9 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દીક્ષિત ગેડામે જણાવ્યું હતું કે, "મહિલા સ્વસ્થ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે."

Attack on Saif Ali Khan

એફઆઈઆર દાખલ કરવામાં આવી

બાંદ્રા પોલીસના જણાવ્યા પ્રમાણે, ચોરે સૈફના ઘરના હેલ્પર સાથે ઝપાઝપી કરી હતી, જેના પગલે અભિનેતાએ દરમિયાનગીરી કરી હતી, જેના કારણે મારામારી થઈ હતી. સૈફ પર તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કરવામાં આવ્યો હતો તથા હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

સૈફને ઘણી બધી ઇજાઓ થઇ

લીલાવતી હોસ્પિટલના સીઓઓ નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે સૈફને રાતે 3:30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને છરાના છ ઘા વાગ્યા હતા, જેમાંથી બે ઊંડા હતા અને એક કરોડરજ્જુની ખૂબ નજીક હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. નિશા ગાંધી તેમની સંભાળ રાખી રહ્યા છે.

આ પણ વાંચો: Saif ali khan Security: સૈફ અલી ખાનની સુરક્ષા વધારાશે? આ 8 બોલિવૂડ કલાકારોને અપાઇ X, Y અને Z કેટેગરીની સુરક્ષા

Tags :
BollywoodentertainmentGujarat FirstSaif Ali Khan
Next Article