Rajkot: પરબધામના સંત કરશનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા
- પરબધામના સંત કરસનદાસ બાપુને આવ્યો હાર્ટ એટેક
- સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરાયા
- કમ્પલીટ હાર્ટ બ્લોક થતાં સારવાર હેઠળ રાજકોટ ખસેડાયા
- પરબધામ આશ્રમના મુખ્ય મહંત છે કરશનદાસ બાપુ
રાજકોટ પરબધામનાં સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની સીનર્જિ હોસ્પિટલમાં સંત કરસનદાસને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
સેવકોએ સંત કરશનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી
સંત કરશનદાસને કમ્પલીટ હાર્ટ બ્લોક થતા તેઓને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમના સેવકો તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને સંત કરશનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.
આ પણ વાંચોઃ Rajkot: ઉપલેટા ટોલ પ્લાઝા પર ટ્રાવેલ્સ માલિકની દાદાગીરી, ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની કરી માંગ
હાલ કોઈ ભક્તો હોસ્પિટલ ખાતે ન આવેઃ ડોક્ટર
રાજકોટ સીનર્જિ હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ ટેલિફોનિક નિવેદન આપતા જણાવ્યું હતું કે, કરસનદાસ બાપુની સારવાર ચાલી રહી છે. તેમજ હાલ કોઈ ભક્તો હોસ્પિટલ ખાતે ન આવે. તેમજ ડોક્ટર દ્વારા તબીયત સુધારવા પ્રયત્નો ચાલુ છે. પરબધામ આશ્રમના મુખ્ય મહંત કરશનદાસ બાપુ છે.
આ પણ વાંચોઃ Surat: ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરાયું, સમસ્યાનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષ