Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Sairaj Bahutule : BCCI નો મોટો નિર્ણય, ટીમ ઇન્ડિયાને મળ્યા નવા બોલિંગ કોચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી જાહેરાત કરી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સ્પિન વિભાગને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાઇરાજ બહુતુલેને બોર્ડે ભારતીય પુરુષ સિનિયર ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકેની જવાબદારી સોંપી છે. આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે આગામી મહિનાઓમાં ભારતીય ટીમ અનેક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમશે.
sairaj bahutule   bcci નો મોટો નિર્ણય  ટીમ ઇન્ડિયાને મળ્યા નવા બોલિંગ કોચ
Advertisement

Sairaj Bahutule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી જાહેરાત કરી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સ્પિન વિભાગને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાઇરાજ બહુતુલેને બોર્ડે ભારતીય પુરુષ સિનિયર ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકેની જવાબદારી સોંપી છે. આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે, જ્યારે આગામી મહિનાઓમાં ભારતીય ટીમ અનેક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિરીઝ રમશે.

કોણ છે Sairaj Bahutule ?

૫૩ વર્ષીય સાઇરાજ બહુતુલેની વાત કરીએ તો તેઓ ભારતીય ક્રિકેટમાં એક જાણીતું નામ છે. ભલે તેમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે માત્ર 2 ટેસ્ટ અને 8 વનડે જ રમ્યા હોય પરંતુ, ઘરેલું ક્રિકેટમાં તેમને લગભગ બે દાયકા સુધીનો શાનદાર અનુભવ છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, બહુતુલેએ 6,176 રન બનાવ્યા અને 630 વિકેટ લીધી છે, જેના કારણે તેઓ ભારતીય સ્થાનિક ક્રિકેટમાં સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંના એક બન્યા.

Advertisement

IPL માં RR અને પંજાબ કિંગ્સને આપી છે સેવા

ડોમેસ્ટિક ક્રિકેટમાં સફળ કારકિર્દી બાદ, સાઇરાજ બહુતુલેએ કોચિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે તેમણે ગુજરાત, કેરળ, વિદર્ભ, અને બંગાળ જેવી સ્થાનિક ટીમોના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે. તેમણે IPL માં પણ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ માટે સ્પિન બોલિંગ કોચ તરીકેની જવાબદારી નિભાવી છે. તેમણે ભારતીય ક્રિકેટના પ્રતિભા વિકાસ કાર્યક્રમમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વર્ષ 2022 માં તેઓ ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના બોલિંગ કોચ રહ્યા હતા. જ્યારે વર્ષ 2024 અંડર-19 વર્લ્ડ કપ માટે કોચિંગ સ્ટાફનો પણ તેઓ ભાગ રહ્યા હતા. તેમણે ભારત A અને ભારતીય સિનિયર ટીમ સાથે કેટલાક પ્રવાસોમાં સ્પેશલિસ્ટ બોલિંગ કોચ તરીકે કામ કર્યું છે.

Advertisement

ફરીથી ભારતીય ક્રિકેટની સેવા કરવાની આ તક ખરેખર ખૂબ જ ખાસ : સાઇરાજ બહુતુલે

નોંધનીય છે કે, વર્ષ 2021 થી 2024 સુધી સાઈરાજ બહુતુલે BCCI ની નેશનલ ક્રિકેટ એકેડેમી (હવે સેન્ટર ઓફ એક્સેલન્સ) માં કોચિંગ સેટઅપનો મુખ્ય ભાગ રહ્યા હતા. દરમિયાન, તેમણે દેશમાં ઘણા યુવા સ્પિનરોને કોચિંગ આપી. ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ તરીકે પસંદગી થતા સાઇરાજ બહુતુલેએ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, એક ખેલાડી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવું તેમના જીવનનો ગર્વનો ક્ષણ હતો અને હવે કોચ તરીકે ફરીથી ભારતીય ક્રિકેટની સેવા કરવાની તક ખરેખર ખૂબ જ ખાસ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ તમામ ફોર્મેટમાં ટીમની સફળતા માટે ખેલાડીઓ સાથે કામ કરશે.

આ પણ વાંચો - Aqib Nabi ની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, ટ્રોલ થયા બાદ BCCIનું મોટુ એલાન, શું અફઘાનિસ્તાન સામે મળશે તક?

Tags :
Advertisement

.

×