Salangpur : દાદાને નાળિયેરની થીમનો કરાયો વિશેષ શણગાર, પુરુષોત્તમ માસ નિમિત્તે સુખડીનો અન્નકૂટ ધરાવાયો
Salangpur : વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
દાદાના ચરણોમાં 108 કિલો શુદ્ધ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
શનિવારના દિવસે વહેલી સવારે 05.30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 07 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ દાદાના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ કૃતાર્થતા અનુભવી હતી. મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર, આ પવિત્ર અધિકમાસ નિમિત્તે સર્વે ભક્તોના જીવનમાં પારિવારિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે અર્થે મંદિરના વિશાળ પટાંગણમાં એક વિશેષ 'શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ આગામી તા.17 મે થી શરૂ છે જે 15 જૂન 2026 સુધી સતત ચાલશે. યજ્ઞનો દરરોજ સવારે 9 થી 12 અને બપોર પછી 03 થી સાંજના 6.30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો આહુતિ આપી રહ્યા છે.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
23 મે 2026 ના રોજ મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. શણગાર વિષે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ અનેક વિધ પ્રકારના દિવ્ય વાઘા ધરાવવામાં આવે છે અને દાદાના સિંહાસને અનેક વિધ પ્રકારનુ શુશોભન કરવામાં આવે છે. ત્યારે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) ના દિવસે દાદાને હંસની થીમ પર વ્હાઈટ મોતીના વાઘા ધરાવી સિંહાસને મોરની થીમ પર મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વ્હાઈટ મોતીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તે સુરતમાં સાત દિવસની મહેનતે તૈયાર કરાયા હતા. તેમજ આજે દાદાને બે પ્રકારના અન્નકૂટ ધરાવામા આવ્યા હતા. જેમાં પ્રથમ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ પ્રકારના ફરસાણનો અન્નકૂટ ધરાવાયો હતો અને સવારે 9 વાગ્યે બીજો જાંબુડા અને કેરીના ફળનો અન્નકૂટ ધરાવાયો હતો. વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ તા.17 મે થી 15 જૂન 2026 સુધી આયોજનમાં હરિભક્તો સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી શકે છે.
આ પણ વાંચો : Salangpur માં ‘શેષનારાયણ જયંતી’ની દિવ્ય ઉજવણી, દાદાના અલૌકિક દર્શનથી ભકતો થયા ભાવવિભોર


