ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સાળંગપુર હનુમાનજી દાદાને મુંબઈના ભક્તે એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો

અહેવાલ----ગજેન્દ્ર ખાચર, બોટાદ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં મુંબઇના એક હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને...
03:50 PM Nov 19, 2023 IST | Vipul Pandya
અહેવાલ----ગજેન્દ્ર ખાચર, બોટાદ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં મુંબઇના એક હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને...

અહેવાલ----ગજેન્દ્ર ખાચર, બોટાદ

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં મુંબઇના એક હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો.

હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યા છે. હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે મુંબઈના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો. હનુમાન દાદાને સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. જે મુંબઇના એક હરિભકત દ્વારા અર્પણ કરાયો છે જે મુગટ મુંબઈમાં બનેલો છે. આ મુગટ રજવાડી ડિઝાઇન વાળો અને સાથે કુંડળ પણ બનાવાયા છે. આ મુગટ સવા ફૂટ ઉંચો અને દોઢ ફૂટ પહોળા મુગટ માં બે પોપટની આકૃતિ બનાવવામાં આવી છે જેમાં હેન્ડ પેઇન્ટ મીણા કારીગરી કરવામાં આવી છે એટલું જ નહીં આ મુગટમાં ફૂલ ઝાડ અને બે મોટા કમળની ડિઝાઈન પણ છે અને 350 કેરેટ લેબ્રોન ડાયમન્ડ થી જડતર કરાયેલો આ મુગટ છે અને તેને બનાવવામાં 18 કારીગરોએ ત્રણ મહિના નો સમય લાગ્યો હતો.

54 ફૂટની મૂર્તિ પાસે 56 હજાર કિલોનો ધરવામાં આવ્યો અન્નકૂટ

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલા 175માં ભવ્ય શતામૃત મહોત્સવ અંતર્ગત આજ રોજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટ ની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ ને 56 હજાર કિલોનો અન્નકૂટ ધરવામાં આવ્યો. 56 હજાર કિલો અન્નકૂટમાં અલગ અલગ પ્રકારના ફ્રુટ,શાકભાજી સહિત મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવેલ છે.આજના ભવ્ય અલૌકિક 56 હજાર કિલો નો અન્નકૂટ દરમ્યાન વડતાલ ગાદીપીઠાતીપ્તિ પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સાથે નાના લાલજી મહારાજ સહિત ખૂબ મોટી સંખ્યામાં સંતો સહિત મોટી સંખ્યામાં હરિ ભક્તો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ વખત 56 હજાર કિલોના ભવ્ય અન્નકૂટના દર્શન કરી હાજર તમામ ભક્તો ધન્યતા ની લાગણી અનુભવતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો----ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ઉજવાઇ

Tags :
Gold Diamond CrownSalangpurSalangpur Hanuman
Next Article