Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Salangpur માં ‘શેષનારાયણ જયંતી’ની દિવ્ય ઉજવણી, દાદાના અલૌકિક દર્શનથી ભકતો થયા ભાવવિભોર

Salangpur : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત આજે મંગળવાર (સુદ એકાદશી) ના પવિત્ર દિવસે મંદિરમાં ‘શેષનારાયણ જયંતી’ ની દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
salangpur માં ‘શેષનારાયણ જયંતી’ની દિવ્ય ઉજવણી  દાદાના અલૌકિક દર્શનથી ભકતો થયા ભાવવિભોર
Advertisement

Salangpur : શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા સાથે સિંહાસને શેષનારાયણ નો દિવ્ય શણગાર સાથે કેરીનો અન્નકૂટ ધરાવામાં આવ્યો. આજે હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને શેષનારાયણ ભગવાનનો દિવ્ય શણગાર ધરાવીને અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને મંગળા આરતી સવારે 05.30 કલાકે અને શણગાર આરતી સવારે 07 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું

મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. શ્રીકષ્ટભંનજનદેવનુ દિવસમાં બે વખત રાજપચોપાર પૂજનનુ સવારે 8 થી 10 અને સાંજે 05 થી 07 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. સંધ્યા આરતી સાંજે 7 કલાકે કરવામાં આવશે. ભક્તજનોએ સાળંગપુરધામ આવી શ્રીકષ્ટભંજનદેવ દાદાના આ અલૌકિક અને દિવ્ય દર્શન-મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સવારે 08:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

Salangpur gujaratfirst news

Advertisement

શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી

દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સવારે 10:00 કલાકે દાદાની દિવ્ય સંધ્યા આરતી કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે. ત્યારબાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે. જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે. 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Salangpur : શ્રીકષ્ટભંજનદેવ દાદાને વ્હાઈટ મોતીના કલાત્મક વાઘાનો દિવ્ય શણગાર કરાયો, કેરી-જાંબુનો અન્નકૂટ ભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

Tags :
Advertisement

.

×