Salangpur : શ્રી કષ્ટભંજનદેવના દરબારમાં ભવ્ય અન્નકૂટ, પ્રકૃતિ અને વનરાજીથી સજયું ગર્ભગૃહ
Salangpur : દાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અતિ મનોહર વિવિધ રંગોના મિશ્રણથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના મુખ્ય સિંહાસનની આસપાસ કુદરતી વનરાજી અને વન્યજીવોની પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. આજુબાજુ રામભક્ત વાનરસેના (વાનરો) ની સુંદર અને હસતી પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલ (પ્રકૃતિ) નું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
Salangpur દાદાને વિવિધ અન્નકૂટ ધરાવાયો
દાદાને અનેક પ્રકારની મીઠાઈઓ કાજુ કતરી, પેંડા, બરફી, લાડ, ડ્રાયફ્રૂટ્સની વિવિધ મીઠાઈઓ ધરવામાં આવી હતી. શણગાર આરતી સવારે 05.45 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી,રાજોપચાર પૂજનનુ સાંજે 05 થી 07 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અતિ મનોહર વિવિધ રંગોના મિશ્રણથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ ઓનલાઈન અને પ્રત્યક્ષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
View this post on Instagram
30 મે 226ના રોજ દાદાને નાળિયેરની થીમનો કરાયો વિશેષ શણગાર કરાયો હતો
વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા છે. અધિક માસમાં "મારા દાદાને અધિક શણગાર"ની વિશેષ સેવા અંતર્ગત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે દાદાને ચાંદીનો મુકુટ સાથે મોર અને નાળિયેરની થીમ પર મોતી-જરદોશી વર્ક કરાયેલા અત્યંત આકર્ષક અને દિવ્ય વાઘા ધરાવી, મંદિર ગર્ભગૃહમાં નાળિયેરની અનોખી થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
23 મે 2026 ના રોજ મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. શણગાર વિષે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ અનેક વિધ પ્રકારના દિવ્ય વાઘા ધરાવવામાં આવે છે અને દાદાના સિંહાસને અનેક વિધ પ્રકારનુ શુશોભન કરવામાં આવે છે. ત્યારે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) ના દિવસે દાદાને હંસની થીમ પર વ્હાઈટ મોતીના વાઘા ધરાવી સિંહાસને મોરની થીમ પર મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વ્હાઈટ મોતીના વાઘા ધરાવવામાં આવ્યા હતા તે સુરતમાં સાત દિવસની મહેનતે તૈયાર કરાયા હતા. તેમજ આજે દાદાને બે પ્રકારના અન્નકૂટ ધરાવામા આવ્યા હતા. જેમાં પ્રથમ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ પ્રકારના ફરસાણનો અન્નકૂટ ધરાવાયો હતો અને સવારે 9 વાગ્યે બીજો જાંબુડા અને કેરીના ફળનો અન્નકૂટ ધરાવાયો હતો. વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ તા.17 મે થી 15 જૂન 2026 સુધી આયોજનમાં હરિભક્તો સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી શકે છે.
આ પણ વાંચો : Salangpur માં ‘શેષનારાયણ જયંતી’ની દિવ્ય ઉજવણી, દાદાના અલૌકિક દર્શનથી ભકતો થયા ભાવવિભોર


