Salman Khan ના બર્થડે ઉપર ચાહકોને મળશે સૌથી મોટી ભેટ
- સૌથી મોટી એક્શન ફિલ્મ સાબિત થાય તેવી શક્યતા છે
- Sikandar નું મુખ્ય શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે
- ફિલ્મમાં Salman Khan સાથે કમલ હસન પણ જોવા મળશે
Sikandar First Look : બોલીવૂડના ભાઈજાન Salman Khan ની છેલ્લા ઘણા સમયથી ફિલ્મો બોક્સ ઓફિસ પર નાકામ સાબિત થઈ રહી છે. તેમાં તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ ટોઈગર 3 પણ સામેલ છે. જોકે Salman Khan ની ફિલ્મ ટાઈગર 3 ને આ વર્ષે રિલીઝ કરવામાં આવી હતી. તે ઉપરાંત આ વર્ષે તેમની ફિલ્મ કિસીકા ભાઈ કિસીકી જાન પણ રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ પણ સિનેમાઘરોમાં દર્શકોના દિલ જીતવામાં નાકામ સાબિત થઈ હતી. ત્યારે Salman Khan એ ફરી એકવાર બોક્સ ઓફિસ ઉપર પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે એક નવી યોજના બનાવી છે.
સૌથી મોટી એક્શન ફિલ્મ સાબિત થાય તેવી શક્યતા છે
બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની જેમ Salman Khan એ પણ સાઉથના નિર્દેશકની છત્રછાયા હેઠળ કામ કરવાનું વિચાર્યું છે. એટલે તાજેતરમાં Salman Khan ની એક ફિલ્મ સાઉથના લોકપ્રિય દિગ્દર્શક એર આર મુરુગાદોસ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ Sikandar છે. તો Salman Khan ની ફિલ્મ Sikandar ને છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોવામાં આવી રહી છે. જોકે હાલમાં, Salman Khan ફિલ્મ Sikandar નું શૂટિંગ કરી રહ્યા છે. એવી આશા લગાવવામાં આવી છે કે, Salman Khan ની આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ સાબિત થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Highest Tax: સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ભારતીય સેલિબ્રિટી શાહરુખ ખાન,જાણીને ચોંકી જશો
#Sikandar First Look Poster On #SalmanKhan's Birthday
Hai Na @HimeshMankad bhai? 😉 pic.twitter.com/Lwx9wOSO3u
— Aman Verma (@cinebaap_yt) November 29, 2024
Sikandar નું મુખ્ય શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે
તો ફિલ્મ Sikandar ના નિર્માતાઓ દ્વારા ફિલ્મની પ્રથમ ઝલક વહેલી તકે રિલીઝ કરવામાં આવશે. તો Salman Khan નો જન્મદિવસ પણ આવી રહ્યો છે. ત્યારે એવું સામે આવી રહ્યું છે કે, ફિલ્મ Sikandar ની પ્રથમ ઝલકને Salman Khan ના જન્મદિવસ ઉપર રિલીઝ કરવામાં આવી શકે છે. 27 મી ડિસેમ્બરે ફિલ્મ Sikandar ની પ્રથમ ચાહકોને બતાવવામાં આવશે. જોકે ફિલ્મ Sikandar નું મુખ્ય શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. તો હૈદરાબાદમાં જે ફિલ્મના સીન શૂટ કરવામાં આવ્યા હતા.
ફિલ્મમાં Salman Khan સાથે કમલ હસન પણ જોવા મળશે
Salman Khan ની ટાઈગર 3 અને રાધે જેવી એક્શન ફિલ્મોની નિષ્ફળતાના કારણે લોકોને ફિલ્મ Sikandar થી ખુબ આશાઓ છે. તો ફિલ્મ Sikandar માં Salman Khan પણ એક અનોખા અને નવા અવતારમાં જોવા મળશે. તે ઉપરાંત Salman Khan ફિલ્મ Sikandar પછી ફિલ્મ જવાનના દિગ્દર્શક એટલી સાથે પણ કરવા જઈ રહ્યો છે. તો એટલીની ફિલ્મમાં Salman Khan સાથે કમલ હસન પણ જોવા મળશે.
આ પણ વાંચો: Raj Kundra Pornography Case : શિલ્પા શેટ્ટીના પતિની વધશે મુશ્કેલીઓ! રાજ કુન્દ્રાના ઠેંકાણા પર ED ની રેડ