Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધમકીઓ વચ્ચે Salman Khan ના નિવેદને ચર્ચા જગાવી! Bigg Boss 18 શોમાં કહી આ વાત, જુઓ Video

અભિનેતા સલમાન ખાનનો Bigg Boss 18 શોનો વીડિયો વાઇરલ સલમાન ખાનની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી બાબા સિદ્દીકીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈ સાથે લોકો જોડી રહ્યા છે નિવેદન અભિનેતા સલમાન ખાન (Salman Khan) હિન્દી સિનેમા જગતમાં 'સુલતાન' અને...
ધમકીઓ વચ્ચે salman khan ના નિવેદને ચર્ચા જગાવી  bigg boss 18 શોમાં કહી આ વાત  જુઓ video
  1. અભિનેતા સલમાન ખાનનો Bigg Boss 18 શોનો વીડિયો વાઇરલ
  2. સલમાન ખાનની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી
  3. બાબા સિદ્દીકીની હત્યા અને લોરેન્સ બિશ્નોઈ સાથે લોકો જોડી રહ્યા છે નિવેદન

અભિનેતા સલમાન ખાન (Salman Khan) હિન્દી સિનેમા જગતમાં 'સુલતાન' અને 'દબંગ ખાન' તરીકે ઓળખાય છે. પરંતુ, હાલનાં સમયમાં તેના જીવનમાં લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) નામનું ગ્રહણ લાગી ગયું છે. કારણ કે, જેલમાં બંધ આ ગેંગસ્ટરની ગેંગ તરફથી સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનનાં નજીકના મિત્ર અને રાજનેતા બાબા સિદ્દીકીની (Baba Siddiqui) હત્યા બાદ આ મામલો વધુ ગરમાયો છે.

Advertisement

જો કે, હવે આ મામલે અભિનેતા સલમાન ખાને (Salman Khan) પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, અભિનેતાએ કહ્યું છે કે, હાલમાં તે પોતાના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભાઈજાને બિગ બોસ 18 ના (Bigg Boss 18) સ્ટેજ પર ખુલીને વાત કરી છે.

આ પણ વાંચો - સુરક્ષા માટે Salman Khan એ દુબઇથી ખાસ બુલેટ પ્રુફ કાર મંગાવી

Advertisement

વિવાદો પર સલમાન ખાનની પહેલી પ્રતિક્રિયા!

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પોસ્ટ થકી બાબા સિદ્દીકીની (Baba Siddiqui) હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક વાઇરલ પોસ્ટમાં બાબા સિદ્દીકીની હત્યાનું કારણ સલમાન ખાન સાથેની તેની નિકટતાને પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછીથી અભિનેતા સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, તેમ છતાં અભિનેતાને દરરોજ અલગ-અલગ માધ્યમોથી ધમકીઓ મળી રહી છે. સલમાન ખાને બિગ બોસ 18 ના 'વીકએન્ડ કા વાર' માં આ તમામ બાબતો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

Advertisement

હાલ, સોશિયલ મીડિયા પર બિગ બોસ 18 ના 'વીકએન્ડ કા વાર' નો (Bigg Boss 18) એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં અભિનેતા કહેતા સંભળાય છે કે, 'યાર, કસમ ખુદા કી, હું મારા જીવનમાં હાલ શું સહન કરી રહ્યો છું આ હું જ જાણું છું. જો કે અભિનેતાએ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ લોકો સલમાન ખાનના આ નિવેદનને તેને મળી રહેલી ધમકીઓ, લોરેન્સ બિશ્નોઈ અને બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડી રહ્યા છે.

આ પણ વાંચો - Shahbuddin Rathod-હાસ્ય દ્વારા જીવન જીવવાના સંસ્કારો સીંચતો મહાન કલાકાર

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન!

વિવાદો સિવાય સલમાન ખાનની (Salman Khan) આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ 'સિકંદર' (Sikandar) છે. નિર્દેશક AR મુર્ગદાસ અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો - બેધડક Salim Khan...સલમાન ક્યારેય માફી નહીં માગે....

Tags :
Advertisement

.