ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક પછી એક બફાટ બાદ અંતે Sam Pitroda નું રાજીનામું

Sam Pitroda Resigned : લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ (Congress) ને એક મોટો ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સામ પિત્રોડા (Sam Pitroda) એ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ (Indian Overseas Congress President) પદેથી રાજીનામું (Resigned) આપવાનો નિર્ણય લીધો છે. તેમના...
07:17 PM May 08, 2024 IST | Hardik Shah
Sam Pitroda Resigned : લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ (Congress) ને એક મોટો ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સામ પિત્રોડા (Sam Pitroda) એ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ (Indian Overseas Congress President) પદેથી રાજીનામું (Resigned) આપવાનો નિર્ણય લીધો છે. તેમના...
Sam Pitroda

Sam Pitroda Resigned : લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ (Congress) ને એક મોટો ઝટકો લાગ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સામ પિત્રોડા (Sam Pitroda) એ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ (Indian Overseas Congress President) પદેથી રાજીનામું (Resigned) આપવાનો નિર્ણય લીધો છે. તેમના નિર્ણયને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress president Mallikarjun Kharge) એ સ્વીકારી લીધો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે (Party General Secretary Jairam Ramesh) જાહેરાત કરી કે આ નિર્ણય તેમની ઈચ્છા મુજબ લેવામાં આવ્યો છે.

પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું

સામ પિત્રોડા છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા હતા. જેનાથી કોંગ્રેસ પાર્ટી પણ પોતાને દૂર રાખી રહી હતી. તેમના સતત વિવાદાસ્પદ નિવેદન બાદ એવી ચર્ચાઓ પણ થઇ રહી હતી કે કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ તે વિપક્ષના નિશાના પર હતા. કોંગ્રેસ પાર્ટીએ પણ તેમના નિવેદનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તાજેતરમાં, 'ધ સ્ટેટ્સમેન' સાથેના એક ઇન્ટરવ્યુમાં, સામ પિત્રોડાએ દેશની વિવિધતાનું લોકશાહી ઉદાહરણ રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે, “આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને સાથે રાખી શકીએ છીએ - જ્યાં પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય છે, ઉત્તરના લોકો લગભગ White લાગે છે અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે.

તેનાથી કોઇ ફરક પડતો નથી. આપણે સૌ ભાઈ-બહેન છીએ.” આ અંગે ભારતમાં ખૂબ જ રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. વડાપ્રધાન મોદીએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી અને તેમના નિવેદનને રંગભેદ ગણાવ્યું હતું. શાસક પક્ષ ભાજપે સામ પિત્રોડા પર તેમની "જાતિવાદી" ટિપ્પણીઓ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેઓએ વિરોધ પક્ષની "વિભાજનકારી" રાજનીતિનો પર્દાફાશ કર્યો છે.

કોંગ્રેસે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું

જોકે, કોંગ્રેસે પિત્રોડાની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા હતા અને તેમને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. પાર્ટીએ કહ્યું હતું કે, તે આ ટિપ્પણીઓથી પોતાને "સંપૂર્ણપણે અલગ" કરે છે. પિત્રોડાની ટિપ્પણીથી પોતાને અલગ કરીને, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે 'X' પર કહ્યું હતું કે, "સામ પિત્રોડા દ્વારા ભારતની વિવિધતા સાથે આપવામાં આવેલી સામ્યતા અત્યંત ખોટી અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.

સામ પિત્રોડાએ શું કહ્યું?

પિત્રોડાએ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, "અમે 75 વર્ષથી ખૂબ જ સુખદ વાતાવરણમાં જીવી રહ્યા છીએ, જ્યાં કેટલાક ઝઘડાને છોડી દઇએ તો લોકો સાથે રહી શકે છે." પિત્રોડાએ સોશિયલ મીડિયા પર પ્રસારીત આ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને એક સાથે રાખી શકીએ છીએ. જ્યાં પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમના લોકો અરબો જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા દેખાય છે અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે.'' તેમણે કહ્યું, ''તેનાથી કોઇ ફર્ક પડતો નથી, અમે બધા બહેનો અને ભાઈઓ છીએ. ભારતમાં અલગ-અલગ પ્રદેશના લોકોના રીત-રિવાજો, ભોજન, ધર્મ, ભાષા અલગ-અલગ છે, પરંતુ ભારતના લોકો એકબીજાને માન આપે છે.

આ પણ વાંચો - Sam Pitroda નું વિચિત્ર નિવેદન, કહ્યું- ‘દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા અને ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા…’

આ પણ વાંચો - PM મોદી: “પ્રિન્સના ફિલોસોફર અને ગાઇડે મને ગુસ્સે કર્યો”

Tags :
Jairam RameshMallikarjun khargeResignationSam Pitroda
Next Article