Sambhal હિંસાનું સત્ય બહાર આવ્યું!, સફેદ કુર્તા પહેરેલા યુવકે ભીડને ઉશ્કેરી...
- Sambhal હિંસાનો વધુ એક Video સામે આવ્યો
- Video માં સફેદ કુર્તા પહેરેલા યુવકે ભીડને આગળ વધવા કહ્યું
- CCTV ફૂટેજ કેસની તપાસમાં મહત્વના પુરાવા બન્યા
શનિવારે સંભલ (Sambhal) હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ ચોંકાવનારા CCTV ફૂટેજમાં સફેદ કુર્તા-પાયજામામાં એક વ્યક્તિ પહેલા ભીડને મસ્જિદ તરફ જવા માટે કહી રહ્યો છે. તપાસ એજન્સીઓના મતે તોફાનો ભડકાવવા માટે ભીડને ઉશ્કેરનારા તોફાનીઓના આ નવા CCTV ફૂટેજ કેસની તપાસમાં મહત્વના પુરાવા બનશે. થોડીક સેકન્ડ સુધી ચાલેલા વિડિયોમાં કેપ અને કુર્તા પહેરેલો એક યુવક વારંવાર હાથ વડે ઈશારા કરીને ગુસ્સે ભરાયેલા ટોળાને મસ્જિદ તરફ જવા માટે કહેતો જોવા મળે છે. વીડિયોમાં ભીડમાં ઊભેલો યુવક ઘણી વખત પાછળ ફરી રહ્યો છે અને નારા લગાવી રહેલા લોકોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ વિસ્તારમાં હજુ પણ પોલીસ છાવણી...
શનિવારે હિંસા બાદ સંભલ (Sambhal) જામા મસ્જિદની આSP સ કેટલીક દુકાનો ખુલી હતી. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓએ લાઉડસ્પીકર જાહેરાત કરી છે અને લોકોને તેમની દુકાનો ફરીથી ખોલવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. પોલીસે હાલમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં નાકાબંધી કરી છે.
આ પણ વાંચો : 1993માં થયું હતું અપહરણ, હવે 31 વર્ષ બાદ પરિવારને મળ્યો દીકરો
SP મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપશે...
આજે સવારે પોલીસે સંભલ (Sambhal) જઈ રહેલા સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળને રસ્તામાં અટકાવી દીધું હતું. જે બાદ SP એ સંભલ (Sambhal) પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. પાર્ટીએ મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સિવાય SP એ એક નિવેદન જારી કરીને UP સરકાર પાસેથી મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયા આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો : ઓડિશામાં સૌથી મોટી IT Raid..ટ્રકો ભરીને મળ્યા રોકડા રુપિયા
હાલમાં આ વિસ્તારમાં અનેક પ્રતિબંધો અમલમાં...
હાલમાં, સંભલ (Sambhal) જિલ્લામાં કલમ 163 લાગુ છે, ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. તમને જણાવી દઈએ કે, સંભલ (Sambhal)માં 24 નવેમ્બરે હિંસા થઈ હતી. આ મામલામાં સાત FIR નોંધવામાં આવી છે. આ FIR માં 2000 થી વધુ અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. હિંસામાં ચાર લોકોના મોત થયા છે. મસ્જિદ સમિતિના વકીલ કાસિમ જમાલે કહ્યું કે, હિંસાના દિવસે હું મસ્જિદની અંદર હતો અને બહાર શું થયું તેની મને ખબર નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે 19 નવેમ્બરે સર્વે પૂર્ણ થઈ ગયા બાદ 24 નવેમ્બરે ફરી સર્વે કેમ કરવામાં આવ્યો? તેમણે કહ્યું કે, જ્યાં સુધી કૂવા અને સીડીઓ પર બાંધકામની વાત છે ત્યાં સુધી કૂવામાં જવાનો રસ્તો ખુલ્લો છે. જ્યાં સુધી સીડીઓ પર રેલિંગની વાત છે, તે લોકોની સુવિધા માટે લગાવવામાં આવી છે.
આ પણ વાંચો : Pappu Yadavને ધમકી, તારો છેલ્લો દિવસ જીવી લે...