ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી - અજાણી વાતો

આવતી કાલે ભગવાન શિવની મહાશિવરાત્રિનું મહાપર્વ છે. ત્યારે જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે. ગિરનારના મેળામાં અલગ અલગ રાજ્યોમાંથી...
08:47 PM Mar 07, 2024 IST | Harsh Bhatt
આવતી કાલે ભગવાન શિવની મહાશિવરાત્રિનું મહાપર્વ છે. ત્યારે જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે. ગિરનારના મેળામાં અલગ અલગ રાજ્યોમાંથી...

આવતી કાલે ભગવાન શિવની મહાશિવરાત્રિનું મહાપર્વ છે. ત્યારે જુનાગઢ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદાં જુદાં સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને ભગવાન શંકરને રીઝવે છે. ગિરનારના મેળામાં અલગ અલગ રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટે છે ત્યારે અહીં ધુણી ધખાવીને બઠેલા હજારો નાગા સાધુ સંતોના દર્શન માટેની પણ લોકોની ભારે મહેચ્છા જોવા મળતી હોય છે. નાગા સાધુ સંતોના સાથે સાથે જુનાગઢના દર્શનાર્થીઓ માટે કિન્નરો પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ચાલો જાણીએ શું છે કિન્નર અખાડાનું વિશેષ મહત્વ અને સનાતન ધર્મમાં સ્થાન.

કિન્નરને શિવના લગ્નમાં પણ સાથે રાખવામાં આવ્યા હતા

કિન્નર અખાડાનું મહત્વ વિશેષ રૂપે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. સનાતન ધર્મમાં વડીલો, માતા પિતા અને સાધુ સંતોના દર્શન અને આશીર્વાદનું મહત્વ છે, પરંતુ આ સાથે કિન્નરના આશીર્વાદ લેવા સનાતનમાં અલગ મહત્વ ધરાવે છે. મહાશિવરાત્રીના મહાપર્વમાં ભગવાન શિવના બીજા લગ્ન થયા હોવાથી આ પર્વ નિમિતે કિન્નરોને બોલાવવામાં આવે છે. કિન્નરોને સનાતન ધર્મમાં ઉપદેવતા પણ કહેવામાં આવે છે. આ કારણે તેમણે ભગવાન શિવના લગ્નમાં પણ સાથે રાખવામાં આવ્યા હતા.

કિન્નર અખાડો સનાતન ધર્મમાં પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે

જ્યારે પણ સનાતન ધર્મમાં કિન્નરોની વાત આવે છે ત્યારે તેમ કિન્નર અખાડાને કેમ ભૂલાય. કિન્નર અખાડો સનાતન ધર્મમાં પોતાનું આગવું મહત્વ અને સ્થાન ધરાવે છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા જુનાગઢના આ મહાશિવરાત્રિના મેળામાં કિન્નર અખાડાના મહામંડલેશવર પવિત્રાનંદગિરિ સાથે સાથે ખાસ વાત કરવામાં આવી હતી. તેમણે કિન્નર અખાડા અને કિન્નર વિશે થોડીક જાણી - અજાણી વાતો કરી હતી. વર્ષ 2013 માં ઉજજેન ખાતે આ કિન્નર અખાડાની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમને લાગ્યું કે અમે પણ દેશનો ભાગ છીએ અને અમારે પણ સનાતન સાથે જોડાવવું જોઈએ. ભગવાન શ્રી રામને 550 વર્ષ પછી અયોધ્યામાં સ્થાન મળ્યું પરંતુ અમને તો અમારું યોગ્ય સ્થાન મેળવવા માટે 950 વર્ષ રાહ જોવી પડી હતી. દર વર્ષે  અમારો અખાડો મહાશિવરાત્રીમાં હોય છે. અમે કોઈ પણ દિવસ વિચાર્યું ન હતું કે, અમને અહી આટલું મોટું સ્થાન મળશે.

ભવનાથ ખાતે શિવરાત્રીના મેળા નિમિત્તે દત્ત શિખરમાં ધજા ચડાવામાં આવે છે. ત્યારબાદ મહાશિવરાત્રીના મેળા માટે આવેલા તમામ સાધુ-સંતો ધૂણો ધાપાવે છે અને શિવની આરાધના કરે છે.

આ પણ વાંચો : Breaking News : કોંગ્રેસના વધુ એક નેતા છેડો ફાડે તેવા અણસાર

Tags :
2024BHAVNATH TALETIkinnarKINNAR AKHADALord ShivaMahashivratriMelaritualssanatana dharmaUjjainunknown things
Next Article