Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, હવે સ્માર્ટફોન કંપનીઓ માટે 'સંચાર સાથી' ઍપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત

ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) દેશમાં ઉત્પાદિત કે આયાત કરાયેલા તમામ સ્માર્ટફોન પર 'સંચાર સાથી' ઍપ પ્રી-ઇન્સ્ટોલ કરવા કંપનીઓને 90 દિવસનો સમય આપ્યો છે. આ એપ IMEI ચકાસણી અને છેતરપિંડી રોકવા માટે છે, જેને દૂર કરી કે અક્ષમ કરી શકાશે નહીં. પાલન ન કરનાર કંપનીઓ સામે ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ કાર્યવાહી થશે. જૂના ફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ આપવી પડશે.
કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય  હવે સ્માર્ટફોન કંપનીઓ માટે  સંચાર સાથી  ઍપ પ્રી ઇન્સ્ટોલ કરવી ફરજિયાત
Advertisement

DoT એ સ્માર્ટફોન કંપનીઓને આપ્યા કડક નિર્દેશ (Sanchar Saathi App)
સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ ફજિયાત 
કંપનીએ 90 દિવસમાં સબમિટ રિર્પોટ આપવો પડશે

Sanchar Saathi App: કેન્દ્ર સરકારે મોબાઇલ ફોનની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. દરેક ફોનમાં સરકારની સંચાર સાથી એપ ફરજિયાત જોવા મળશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્માર્ટ ફોન કંપનીને આપ્યા કડક નિર્દેશ.પહેલાથી ઉત્પાદિત અથવા સ્ટોર્સમાં વેચાણ માટે ઉપલબ્ધ મોબાઇલ ફોનમાં પણ આ એપ પ્રી-ઇન્સ્ટોલ હોવી જરૂરી રહેશે. આ કરવા માટે, કંપનીઓએ સોફ્ટવેર અપડેટ દ્વારા 'સંચાર સાથી' એપ ઉપલબ્ધ કરાવવી પડશે. ઉત્પાદકો અને આયાતકારોએ આ આદેશનું પાલન કરવું પડશે અને 90  દિવસની અંદર ટેલિકોમ્યુનિકેશન વિભાગને પાલન રિપોર્ટ સબમિટ કરવો પડશે. DoT દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મોબાઇલ કંપનીઓ ખાતરી કરે કે 'સંચાર સાથી' એપ ઉપકરણ પર સ્પષ્ટપણે દેખાય અને તેની સુવિધાઓ અક્ષમ કે છુપાયેલી ન હોય. જો નિર્દેશોનું પાલન નહીં થાય, તો કંપનીઓને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023, ટેલિકોમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી રૂલ્સ 2024 અને અન્ય કાયદાઓ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Advertisement

Advertisement

Sanchar Saathi App :  DoT એ સ્માર્ટફોન કંપનીઓને આપ્યા કડક નિર્દેશ

'સંચાર સાથી' એપ મોબાઇલ સુરક્ષા સમસ્યાઓને રોકવા માટે બનાવવામાં આવી છે. આ એપનો ઉપયોગ કરીને, મોબાઇલ ફોનના IMEI નંબરની ચકાસણી કરી શકાય છે. IMEI સંબંધિત કોઈપણ છેતરપિંડીની માહિતીની જાણ કરી શકાય છે, તેમજ ખોવાયેલા કે ચોરાયેલા ફોનની પણ જાણ કરી શકાય છે. છેતરપિંડીના કોલ અથવા અન્ય છેતરપિંડીના અહેવાલો પણ નોંધાવી શકાય છે. સરકારે જણાવ્યું છે કે IMEI સાથે ચેડાં કરવા એ ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે, જેમાં ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.

Sanchar Saathi App : સંચાર સાથી એપ સ્માર્ટફોનમાં  હવે  અનિવાર્ય

આ આદેશના થોડા દિવસો પહેલા જ સરકારે વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ-આધારિત સેવાઓ પર પણ નવા નિયમો લાગુ કર્યા હતા. આ નવા નિયમો મુજબ, આ એપ્સ વપરાશકર્તાના સક્રિય સિમ કાર્ડ સાથે સતત લિંક રહેવી જોઈએ. એપ્સનું વેબ વર્ઝન દર છ કલાકે ઓટો-લોગઆઉટ થશે, અને ફરીથી લોગ ઇન કરવા માટે QR કોડ સ્કેન કરીને ઉપકરણને ફરીથી લિંક કરવું પડશે. આ કંપનીઓએ પણ 120 દિવસની અંદર ઓડિટ રિપોર્ટ સબમિટ કરવો પડશે.

આ પણ વાંચો:  Parliament Winter Session: કેન્દ્ર સરકારે 15 ભાગેડુ ગુનેગારોની સંપત્તિ કરી જપ્ત, કુલ ₹19,187 કરોડ વસૂલ્યા!

Tags :
Advertisement

.

×