Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખ ખાન પર આપ્યું મોટું નિવેદન,રાજકારણ ગરમાયું

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમે મેરઠમાં શાહરૂખ ખાનને 'દેશદ્રોહી' ગણાવી મોટો વિવાદ છેડ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે શાહરૂખ રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે તેમણે વિપક્ષને આડેહાથ લીધા અને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા. સાથે જ, ઉત્તર પ્રદેશમાં ગુંડાઓનો સફાયો થયો હોવાનો દાવો કરતા આગામી ચૂંટણીમાં ભાજપની મોટી જીતની ભવિષ્યવાણી પણ કરી હતી.
ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખ ખાન પર આપ્યું મોટું નિવેદન રાજકારણ ગરમાયું
Advertisement
  • ભાજપના નેતાએ આપ્યું ShahRukh Khan ને લઇને મોટું નિવેદન
  • ભાજપના ઠાકુર સંગીત સોમના નિવેદન બાદ રાજકારણ ગરમાયું
  • ભારતનો ગદ્દાર છે શાહરૂખ ખાન : ઠાકુર સંગીત સોમ

મેરઠના સરધનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઠાકુર સંગીત સોમે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લાવી દીધો છે. અટલ સ્મૃતિ સંમેલન અને મતદાર સમીક્ષા કાર્યશાળામાં જનસભાને સંબોધતા તેમણે શાહરૂખ ખાનથી લઈને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સુધીના મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

Sangeet Som ShahRukh Khan : ભાજપના નેતાએ શાહરૂખ ખાનને લઇને આપ્યું નિવેદન

નોંધનીય છે કે મેરઠના સરધનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખને લઇને મોટું નિવેદન આપતા દેશમાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે "શાહરૂખ ખાન દેશદ્રોહી છે" સંગીત સોમનો ગંભીર આરોપ અભિનેતા શાહરૂખ ખાન પર નિશાન સાધતા સંગીત સોમે કહ્યું કે, "દેશમાં કેટલાક લોકો ક્રિકેટ અને ફિલ્મો દ્વારા રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે." તેમણે દાવો કર્યો હતો કે શાહરૂખ ખાને ₹9.5 કરોડમાં બાંગ્લાદેશી ખેલાડી ખરીદ્યો છે. સંગીત સોમે શાહરૂખને 'દેશદ્રોહી' ગણાવતા ઉમેર્યું કે, હવે દેશ આવા લોકોને ઓળખી ગયો છે અને ભારતને હવે આવા લોકોની કોઈ જરૂર નથી.

Advertisement

Advertisement

શાહરૂખ પર લગાવ્યો ગંભીર આરોપ

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો પાડોશી દેશમાં ચાલી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે, દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, છતાં કેટલાક લોકો વડાપ્રધાન મોદીને અપશબ્દો કહી રહ્યા છે, જે અત્યંત નિંદનીય છે." તેમણે પીએમ મોદીના વિદેશ પ્રવાસ અને વિશ્વસ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાના પણ વખાણ કર્યા હતા.

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઠાકુર સંગીત સોમે વધુમાં કહ્યું કે "યુપીમાં હવે ગુંડાઓનો સફાયો થઈ ગયો છે" રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર બોલતા સોમે અતિક અહેમદ અને મુખ્તાર અંસારીનું નામ લઈને કહ્યું કે ભાજપ સરકારમાં ગુનેગારોનો અંત આવ્યો છે. તેમણે 2013ના સમયને યાદ કરતા કહ્યું કે, ત્યારે દીકરીઓ બહાર નીકળતા ડરતી હતી, પણ આજે ગુનેગારો ડરી રહ્યા છે.ચૂંટણી અને વિપક્ષ પર નિશાન વિપક્ષ પર પ્રહાર કરતા સંગીત સોમે દાવો કર્યો કે આગામી ચૂંટણીમાં ભાજપ 350થી વધુ બેઠકો જીતશે, જ્યારે વિપક્ષ 20-30 બેઠકોમાં સમેટાઈ જશે. તેમણે EVM અને મતદાર ચકાસણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવનારાઓને પણ આડેહાથ લીધા

આ પણ વાંચો: Border 2 Movie News: 'સંદેશે આતે હૈ' ગીતના રીમેક પર અનુ મલિક કેમ ભડક્યા? જાણો પૂરો વિવાદ

Tags :
Advertisement

.

×