સંજય રાઉતનો ગુજરાતીઓ પ્રત્યે ભારોભાર દ્વેષ, ફરી કર્યો બફાટ
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના બફાટથી રોષ સંજય રાઉતની ગુજરાત વિરોધી માનસિકતા આવી સામે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના આરોપ સાથે બફાટ ગુજરાતી ઉદ્યોગપતિઓને સંબોધીને લગાવ્યાં આરોપ મુંબઈના ગુજરાતી સમૂદાયને ટારગેટ કરવાની હરકત રાજનૈતિક બફાટ કરવા માટે જાણીતાં છે સંજય રાઉત...
12:16 PM May 05, 2023 IST
|
Vipul Pandya
- શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના બફાટથી રોષ
- સંજય રાઉતની ગુજરાત વિરોધી માનસિકતા આવી સામે
- મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના આરોપ સાથે બફાટ
- ગુજરાતી ઉદ્યોગપતિઓને સંબોધીને લગાવ્યાં આરોપ
- મુંબઈના ગુજરાતી સમૂદાયને ટારગેટ કરવાની હરકત
- રાજનૈતિક બફાટ કરવા માટે જાણીતાં છે સંજય રાઉત
- અનેકવાર બફાટ કરીને પીછેહઠ કરી ચૂક્યાં છે રાઉત
- સંજય રાઉતને ગુજરાતીઓ સાથે આખરે વાંધો શું છે?
- ગુજરાતી વેપારીઓને ટારગેટ કરીને શું ઈચ્છે છે રાઉત?
- રાજકીય પ્રસિદ્ધિ માટે આવા બફાટ ક્યાં સુધી કરશે રાઉત?
શિવસેનાના નેતા સંજય રાઉતને જાણે ગુજરાતીઓ પ્રત્યે દ્વેષ હોય તેવું તેમના નિવેદનો દ્વારા જોવા મળી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેથી તે શિવસેનાને તોડવા માગતા હતા અને તેમાં તે સફળ થયા છે. જો શિવસેના હોત તો તેઓ સફળ ના થયા હોત. તેમણે કહ્યું કે તેમનો પક્ષ મુંબઇને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા નહીં દે. તેમણે એમ પણ કહ્યું કે 2024માં મહાવિકાસ આઘાડી ફરીથી સત્તા પર આવશે.
મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે ભુતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હવે પણ સમજી શકાય કે શાસન કરવાવાળા લોકો એ જ રાજ્યના છે. આર્થિક, ભૌગોલિક અને સામાજિક રીતે મુંબઇને નબળું પાડવા હુમલા થઇ રહ્યા છે અને મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર છે. આજે પણ મુંબઇને મૂડીવાદીઓના ગુલામ બનાવાના પ્રયાસ થઇ રહ્યા છે.
ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ ભારોભાર
સંજય રાઉતના નિવેદનમાં ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ ભારોભાર જોવા મળી રહ્યો છે. બફાટ કરવામાં માહેર સંજય રાઉતની ગુજરાતીઓ અને ગુજરાત વિરોધી માનસિક્તા બહાર આવી છે. તેમણે મુંબઇના ગુજરાતી ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કર્યા છે અને રાજકીય પ્રસિદ્ધી માટે બફાટ કર્યો છે.
Next Article