ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહારાષ્ટ્રના સતારામાં મહિલા ડૉક્ટરે કરી આત્મહત્યા, PSI પર દુષ્કર્મનો લગાવ્યો ગંભીર આરોપ

મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી. તેમણે લખેલી સુસાઇડ નોટમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બડને પર પાંચ મહિનામાં ચાર વખત બળાત્કાર અને ઉત્પીડનનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીના આદેશથી આરોપી PSI ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને મહિલા આયોગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
04:31 PM Oct 24, 2025 IST | Mustak Malek
મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી. તેમણે લખેલી સુસાઇડ નોટમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બડને પર પાંચ મહિનામાં ચાર વખત બળાત્કાર અને ઉત્પીડનનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીના આદેશથી આરોપી PSI ને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, અને મહિલા આયોગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Satara Doctor Suicide:

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ફલટણ ખાતેની એક હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવારે મોડી રાત્રે ફલટણની એક હોટલના રૂમમાંથી તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.ડૉક્ટરે પોતાના હાથથી લખેલી સુસાઇડ નોટ (હથેળી પર લખેલી નોંધ) છોડી છે, જેમાં ફલટણ ગ્રામીણ પોલીસ વિભાગના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ગોપાલ બડને પર સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યો છે કે પાંચ મહિનાના સમયગાળામાં PSI દ્વારા તેમના પર ચાર વખત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું

Satara Doctor Suicide:  મહારાષ્ટ્રના સતારામાં મહિલા ડૉક્ટરના આપઘાત

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતા ફલટણ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતી. મૃતક ડૉક્ટરે PSI ગોપાલ બડને પર માનસિક અને શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોલીસકર્મીના સતત ત્રાસ અને હેરાનગતિને કારણે તેમણે આ પગલું ભર્યું છે.પીડિતાની હથેળી પર લખેલી નોંધમાં લખ્યું હતું કે, "પોલીસ ઇન્સ્પેક્ટર ગોપાલ બડનેના કારણે મારું મોત થયું. તેણે મારા પર ચાર વખત બળાત્કાર કર્યો. તેણે પાંચ મહિનાથી વધુ સમય સુધી મારા પર દુષ્કર્મ, માનસિક અને શારીરિક શોષણ કર્યું."આ આત્મહત્યાની ઘટનાથી શુક્રવારે રાજ્યમાં રાજકીય વિવાદ ઊભો થયો હતો. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના તાત્કાલિક આદેશને પગલે આરોપી પોલીસકર્મી, PSI ગોપાલ બડનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

 

 

Satara Doctor Suicide: મહિલા ડૉકટરે PSI પર દુષ્કર્મનો લગાવ્યો આરોપ

મહત્વપૂર્ણ છે કે આત્મહત્યાના થોડા મહિના પહેલાં, મહિલા ડૉક્ટરે 19 જૂને ફલટણ સબ-ડિવિઝનલ ઓફિસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) ને પત્ર લખીને PSI ગોપાલ બડને સહિત ગ્રામીણ પોલીસ વિભાગના અન્ય ત્રણ અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.મહિલા ડૉક્ટરે પત્રમાં લખ્યું હતું કે તે "ઘણા તણાવમાં છે" અને વિનંતી કરી હતી કે આ ગંભીર બાબતની તપાસ કરીને દોષિત અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે.

મહારાષ્ટ્ર મહિલા આયોગના વડા રૂપાલી ચકંકરે આ મામલાની નોંધ લીધી હતી અને સતારા પોલીસને તાત્કાલિક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આરોપીઓને શોધવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  બિહાર ચૂંટણીમાં સ્વર્ગસ્થ કર્પૂરી ઠાકુરની ભૂમિ પરથી PM મોદીએ ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું,RJD પર કર્યા પ્રહાર

Tags :
doctor suicideGujarat Firstmaharashtra newsPhaltanPolice misconductPSI Suspendedrape allegationSataraWOMEN SAFETY
Next Article