ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saurashtra Tamil Sangamam વિશેષ ટ્રેન Surat પહોંચી, જાણો શું છે ખાસ

(અહેવાલ : આનંદ પટ્ટણી) 14 એપ્રિલના રોજ મદુરાઈ થી નીકળેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશેષ ટ્રેન આજે સુરત ખાતે આવી પહોંચી હતી સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનના...
10:39 PM Apr 16, 2023 IST | Viral Joshi
(અહેવાલ : આનંદ પટ્ટણી) 14 એપ્રિલના રોજ મદુરાઈ થી નીકળેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશેષ ટ્રેન આજે સુરત ખાતે આવી પહોંચી હતી સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનના...

(અહેવાલ : આનંદ પટ્ટણી)

14 એપ્રિલના રોજ મદુરાઈ થી નીકળેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશેષ ટ્રેન આજે સુરત ખાતે આવી પહોંચી હતી સુરત ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનના સ્વાગત કરશે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ હાજર રહ્યા હતા. મદુરાઈ થી ઉપડેલી આ ટ્રેનમાં શું ખાસિયત છે શું વિશેષતાઓ છે. આવો જાણીએ આ ટ્રેનની કેટલીક ખાસ વાતો....

722 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

સદીઓ પહેલા સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના જુદાં-જુદાં ભાગોમાં હિજરત કરીને વસ્યા હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાય છે. આજે પણ સૌરાષ્ટ્રની કેટલીક ઝલક તેમના ભોજન અને રહેણી કહેણી અને સામાજીક રીતરીવાજોમાં જોવા મળે છે. એક અહેવાલ મુજબ તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં 2.5 લાખથી વધારે સૌરાષ્ટ્રિયનોના ઘર છે.

આજથી 722 વર્ષ પહેલા મૂળ સૌરાષ્ટ્રના કેટલાક લોકો તમિલનાડુમાં જઈને વસ્યા હતા. સદીઓથી તમિલનાડુમાં વસેલા આ લોકોને મૂળ વતન સૌરાષ્ટ્રનાં દર્શન કરાવવાની નેમ સાથે મદુરાઈથી એક વિશેષ ટ્રેન ચલાવવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટ્રેનની સફર 14 એપ્રિલના રોજ મદુરાઈ થી શરૂ થઈ હતી ઉપડેલી આ ટ્રેન ત્રિચૂર, ચેન્નાઈ થઈને સુરત ખાતે પહોંચી હતી. આ ટ્રેનનું સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત રેલવે સ્ટેશન પર ઢોલ નગર સાથે ટ્રેન નું સ્વાગત કરાયું હતું.

સોમવારે ટ્રેન વેરાવળ પહોંચશે
આ ટ્રેનમાં 350 યાત્રિકો સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જઈ રહ્યા છે. આ વિશેષ ટ્રેન આવતીકાલે સવારે વેરાવળ પહોંચશે. વેરાવળથી સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ આ ટ્રેન દ્વારકા જશે જ્યાં દ્વારકાધીશના દર્શન કરી ટ્રેન વડોદરા આવશે અને ત્યારબાદ આ ટ્રેન સ્ટેચ્યુ યુનિટી જશે. આ ટ્રેનમાં યાત્રિકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા બાદ આ ટ્રેન ફરી પછી મદુરાઈ જશે.

મૂળ સૌરાષ્ટ્રીયનો સોમનાથ દાદાના દર્શન કરશે
આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 350 મુસાફરો પાસેથી પણ રૂપિયો લેવામાં આવ્યો નથી આ તમામ મુસાફરોને સમગ્ર પ્રવાસ નિ:શૂલ્કમાં કરાવવામાં આવ્યા છે. વર્ષોથી સૌરાષ્ટ્રના લોકો તમિલનાડુ જઈને વસેલા હતા તેમના પરિજનોને ફરી પાછા સૌરાષ્ટ્ર લાવી સોમનાથ દાદાના સાથે દ્વારકાધીશના દર્શન કરાવવાની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી કરવામાં આવતા આ વિશેષ ટ્રેન ચલાવવામાં આવી છે.

ટ્રેનમાં યાત્રીકોની સુરક્ષા ધ્યાને રખાઈ
મદુરાઈ થી ચાલી રહેલી આ ટ્રેનમાં સુરક્ષા ને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી આ ટ્રેનની સફરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સતત યાત્રિકોની સુરક્ષા ધ્યાને લેવામાં આવી હતી આ ટ્રેનમાં કોચ નંબર b2 થી b5 સુધી સૌરાષ્ટ્ર તમિલના લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમના સામાનની ચોરી ન થાય અથવા તો તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આરપીએફ સતત ટ્રેનના કોચમાં રાઉન્ડ લગાવી રહી હતી

ટ્રેનનું સ્વાગત
સુરત થી ઉપડેલી આટલી હવે તેની આગલી એટલે કે વડોદરા પહોંચી હતી જેવી રીતે વડોદરા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ટ્રેન નું સન્માન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વડોદરા ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ટ્રેનના યાત્રી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ આ ટ્રેનના સ્વાગત માટે પહોંચ્યા હતા વડોદરા રેલવે સ્ટેશન ઢોલ નગારા થી ગુંજી ઉઠ્યુ હતું. આ તબક્કે સાંસદ રંજનબેન ભટ્ટે ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. મદુરાઈ થી વેરાવળ દ્વારીકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નીકળેલી આ ટ્રેનમાં યાત્રા સવારે ચા કોફી રાત્રિના ભોજન સુધી તમામ સુવિધાઓ ફ્રી મળી રહી છે ત્યારે પ્રથમ વખત ગુજરાત આવીને યાત્રિકો ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનોને કરાવવામાં આવશે ગુજરાતના મંદિરોની તીર્થયાત્રા

Tags :
C.R.PatilDwarka TempleEk Bharat Shresth BharatGujaratGujarati NewsMadurai to SomnathNarendra ModiSaurashtraSaurashtra Tamil SangamamSomnath TempleST SangamamStatue of UnitySTSangamamSuratTamilNaduVadodara
Next Article